Be Careful - તહેવારો રાખો સાવચેતી, પાંચ દિવસમાં કોરોનાના 20% દર્દીઓ વધ્યા

Webdunia
ગુરુવાર, 12 નવેમ્બર 2020 (09:54 IST)
ભલે કોરોનાના કેસ ઓછા થઇ રહ્યા હોય અને દર્દીઓ વધુ ડિસ્ચાર્જ થઇ રહ્યા હોય પરંતુ ગત પાંચ દિવસથી શહેરમાં કોરોનાના 20 ટકા ગંભીર દર્દી વધી ગયા છે. આ ચિંતાનો વિષય છે. એક તરફ કોરોના પર કંટ્રોલ ચાલુ છે. બીજી તરફ આ પ્રકારની જાણકારીથી ચિંતા વધી રહી છે. ડોક્ટરોઓએ કહ્યું લોકો સાવચેતી રાખે. બેદરકાર ન બને. ખરીદીમાં વ્યસ્ત અને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર થઇને કામ ન કરે. 
 
ગંભીર દર્દીઓની સંખ્યામાં વધુ ઘરડાં લોકો છે. કહેવામાં આવી રહ્યું છે કે લોકોની બેદરકારીના લીધે સારવારમાં મોડું થઇ રહ્યું છે. એવામાં દર્દીઓની સ્થિતિ ગંભીર થઇ રહી છે. 7 નવેમ્બરના રોજ કોરોનાના 305 ગંભીર દર્દીઓ એડમિટ હતા. દરરોજ એવા દર્દીઓની સંખ્યા વધતી જાય છે. બુધવારે 380 ગંભીર દર્દી થઇ ગયા. 20 ટકાનો વધારા સાથે મોતનો આંકડો પણ વધી શકે છે. કારણ કે જેટલા દર્દી ગંભીર હશે એટલા મોત પણ વધુ થાય છે. 
 
એક અઠવાડિયા પહેલાં કોરોનાની સ્થિતિમાં કાબૂમાં હતી પરંતુ છેલ્લા 5 દિવસમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. ફરી એકવાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં વેન્ટિલટર સાથેના બેડ લગભગ ભરાઈ ચુક્યા છે. 5 દિવસ અગાઉ 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં જ્યા માત્ર 250 જેટલા કોરોનાના પોઝીટીવ દર્દીઓ દાખલ હતા.
 
સિવિલ સ્મીમેર 58 દર્દીઓની ગંભીર હાલતમાં દાખલ છે. જેમાં 6 વેંટિલેટર પર, 21 બાઇપેપ અને 31 ઓક્સીજન પર છે. અહીંયા પણ દર્દી વધી રહ્યા છે. 5 નવેમ્બરના રો જ સ્મીમેરમાં ફક્ત 35 ગંભીર દર્દી હતા, જેમાં વેંટિલેટર પર 11 બાઇપેપ પર અને 20 ઓક્સીજન પર હતા. 
 
દિવાળી નજીક આવતા શહેરીજનો લાપરવાહ બન્યા હોય તેવા દ્રશ્યો સતત સામે આવતા રહ્યા છે.. શહેરીજનો માસ્ક નહીં પહેરે, સોશિયલ ડિસ્ટનસિંગ નહીં જાળવે તો આગામી 10 દિવસ અમદાવાદીઓને ભારે પડે તો નવાઈ નહીં.
 
શિયાળામાં કોરોના ના સંક્રમણ થી બચવા લોકોએ શું કરવું જોઈએ
- લોકોએ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું પડશે
- લોકોએ સૂર્યનો તડકો લેવો પડશે જેથી વિટામિન ડી ની ઉણપ ના થાય 
- વિટામિન ડી ઇમ્યુનિટી માં કરે છે વધારો
- આખું શરીર ઢંકાય તેવા કપડાં ના પહેરવા જોઈએ
- ઘરમાં હવા ઉજાશ રહે તેવી રીતે બારી બારણાં ખુલ્લાં રાખવા 
- ઘરમાં કે ઇન્ડોર માં પણ માસ્ક પહેરવું હિતાવહ

સંબંધિત સમાચાર

Next Article