હિન્દુ પંચાગના મુજબ ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ચુકી છે. 13 એપ્રિલથી 21 એપ્રિલ સુધી ચૈત્ર નવરાત્રિ ઉજવાશે. આ નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ નવ દિવસ સુધી ભક્તો મા દુર્ગાની ભક્તિ-ભાવમાં ડૂબી જાય છે. કેટલાક લોકો આ દરમિયાન વ્રત કરે છે. મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવરાત્રીના આ નવ દિવસ શુભ માનવામા આવે છે