Budget 2025 : બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાનુ એલાન, બિહારમાં થશે મખાના બોર્ડની રચના

Webdunia
શનિવાર, 1 ફેબ્રુઆરી 2025 (12:08 IST)
budget
Budget 2025 : ખેડૂતો માટે બજેટમાં અનેક જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાનુ એલાન કરવામાં આવ્યુ છે. બીજી બાજુ બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવી છે.  સરકારનો ફોકસ રૂસલ એરિયામાં રોજગાર વધારવા પર છે.  આ બોર્ડ પ્રોડક્શન, માર્કેટિંગ અને ખેડૂતોને મદદ કરવાનુ કામ કરશે.  નાણામંત્રી નિર્મલા સીતારમણનુ આ સતત આઠમુ બજેટ છે. આ વખતે પણ પારંપરિક વહી ખા શૈલીની થેલીમાં લપટાયેલુ એક ડિઝિટલ બજેટ રજુ કરી રહી છે. 
 
પીએમ ધન ધાન્ય યોજનામાં 100 જીલ્લા થશે સામેલ 
નાણામંત્રીએ જણાવ્યુ કે ધન ધાન્ય યોજનામાં 100 જીલ્લા સામેલ કરવામં આવશે.  આ ઉપરાંત નાણામંત્રીએ દાળને આયાત ઓછી કરવા અને આ સેક્ટરમાં દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરી છે.  નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતો માટે યુરિયા ફેક્ટરી બનાવવામાં આવશે. આસામના નામરૂપમાં યુરિયા ફેક્ટરી ખુલશે.
 
1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો 
નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતો માટે કરવામાં આવેલી આ જાહેરાતથી 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે. તેમણે કહ્યું કે પીએમ કૃષિ યોજના હેઠળ, સરકાર રાજ્યો સાથે ભાગીદારીમાં કૃષિ જિલ્લા કાર્યક્રમ શરૂ કરશે. આમાં, ઓછી ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓને લક્ષ્ય બનાવવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પાક વૈવિધ્યકરણ, ટકાઉ ખેતી પદ્ધતિઓ, પંચાયત અને બ્લોક સ્તરે લણણી પછીના સંગ્રહને વધારવા દ્વારા કૃષિ ઉત્પાદકતા વધારવાનો છે.

સંબંધિત સમાચાર

Next Article