The MET GALA 2019 - તાજેતરમાં જ ન્યૂયોર્કમાં ધ મેટ ગાલા 2019 (The Met Gala 2019)નું આયોજન કરવામાં આવ્યુ. જેમા બોલીવુડ, હોલીવુડ, સંગીત મનોરંજન અને ફેશન સાથે જોડાયેલ તમામ હસ્તિયોએ આગળ વધીને ભાગ લીધો. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ આયોજન વર્ષમાં એકવાર થાય છે જેની રાહ બધા કલાકાર આતુરતાથી જોતા હોય છે.
મેટ ગાલા 2019 ન્યૂયોર્કના 'મેટ્રોપોલિટન મ્યૂઝિયમ ઓફ આર્ટ' માં આયોજીત કરવામાં આવ્યુ. તેની થીમ 'નોટ્સ ઑન ફેશન' રહી. બધી સેલિબ્રિટીએ તેને ખૂબ જ એંજોય પણ કર્યુ. ત્યારબાદ પાર્ટી કરી એકબીજા સાથે રૂબરૂ થયા.
અત્રે એ ઉલ્લેખનીય છેકે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિયંકા ચોપડાએ ભાગ લીધો. પણ ખાસ વાત એ હતી કે પ્રિયંકા આ વખતે પતિ નિક જોનસ સાથે જોવા મળી.
પ્રિયંકાની ડ્રેસ અને તેનુ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. બીજી બાજુ ઈવેંટમાં દીપિકા પાદુકોણથી લઈને ઈશા અંબાની સહિત અનેક ભારતીય હસ્તિયોએ હાજરી આપી. પણ ચોંકાવનારી વાત એ છે કે આ ઈવેંટમાં ભાગ લેવા માટે આ સેલિબ્રિટીઝને લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે.
હિન્દી રશ મુજબ આ ઈવેંટ 73 વર્ષ પહેલા શરૂ થઈ હતી. એ સમયે એંટ્રી માટે 50 અમેરિકી ડૉલર (લગભગ સાઢા 3 હજાર રૂપિયા)ખર્ચ થતા હતા. આજના સમયમાં આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દરેક સેલિબ્રિટીએ 30 હજાર ડૉલર (લગભગ 21 લખ રૂપિયા)ખર્ચ કરવાના હોય છે.