Singer Taz Death: 'નચાંગે સારી રાત' ગાનારા પોપ સિંગર Taz નુ નિધન, ગયા મહિને કોમામાંથી આવ્યા હતા બહાર

Webdunia
શનિવાર, 30 એપ્રિલ 2022 (18:07 IST)
'નચાંગે સારી રાત', ‘ગલ્લા ગોરિયા’ અને  ‘દારૂ વિચ પ્યાર’ જેવા હિટ ગાનારા પૉપ  સિંગર તરસેમ સિંહ સૈની (Tarsem Singh Saini) જેમને લોકો તાજ(Singer Taz) ના નામથી ઓળખે છે. તેઓ આ દુનિયામાંથી  (Singer Taz Death)વિદાય લઈ ચુક્યા છે. 54 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. એવું કહેવામાં આવી રહ્યું છે કે લિવર ફેલિયરને કારણે તેમનું મોત થયું છે. તેઓ 90 અને 2000 ના દાયકામાં પોપ સંગીત માટે જાણીતા છે. પોપ સિંગર તાજના નિધનથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.
 
તરસેમ સિંહ સૈની(Tarsem Singh Saini)નું 29 એપ્રિલ 2022ના રોજ લંડનમાં અવસાન થયું હતું.  એવુ કહેવામાં આવી રહ્યું છે કે તે લાંબા સમયથી હર્નિયાની બીમારી સામે લડી રહ્યા હતા.  તેઓ છેલ્લા 2 વર્ષથી ખૂબ જ બીમાર હતા અને કોમામાં હતા. તે ગયા મહિને એટલે કે માર્ચ મહિનામાં જ કોમામાંથી બહાર આવ્યા હતા. 
<

RIP brother @tazstereonation You will truly be missed. #TazStereoNation pic.twitter.com/wZjOzUR3WJ

— Bally Sagoo (@ballysagoomusic) April 30, 2022 >
સિંગરના નિધનથી સંગીત જગતમાં શોકની લહેર છે. જે લોકો તેમને ઓળખતા હતા તેઓ ઉદાસ દેખાઈ રહ્યા છે અને સિંગરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સિંગર બલી સગુએ ટ્વીટર પર સિંગર તાજની તસવીર શેર કરી અને લખ્યું, 'RIP ભાઈ @tazstereonation તમે ખરેખર ખૂબ આવશો'
<

RIP you legend #TazStereoNation https://t.co/ce0qeGt6ms

— Amaal Mallik (@AmaalMallik) April 30, 2022 >
અમાલ મલિકે પણ ટ્વિટર પર પોતાની સંવેદના રજુ કરી છે.

સંબંધિત સમાચાર

Next Article