દિવંગત લોકપ્રિય પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના ઘરે ખૂબ જલ્દી ખુશી આવવાની છે. સિદ્ધૂ મૂસેવાલાની મા ચરણકૌર સિંહ માર્ચ મહિનામાં એક બાળકને જન્મ આપવાની છે. જી હા સિદ્ધૂ મૂસેવાલાની માતા એક વિશેષ તકનીક દ્વારા બાળકને જન્મ આપશે આ વાતની પુષ્ટિ સિદ્ધુ મૂસેવાલાના કાકા ચમકૌસ સિંહે પોતે કરી છે. સિદ્ધૂ મૂસેવાલાની હત્યા પછી આ પહેલો એવો પ્રસંગ હશે જેમા તેમના ઘરે ખુશીઓની ગૂંજ સાંભળવા મળશે.
ઉલ્લેખનીય છે કે સિદ્ધૂ મૂસેવાલાનુ વર્ષ 2022માં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સિદ્ધૂ મૂસેવાલા પોતાના માતા પિતાના એકમાત્ર પુત્ર હતા. તેથી સિદ્ધૂ પરિવારના વારસદારથી લઈને તેમના પ્રશંસક સતત દુઆ કરી રહ્યા છે. આ જ કારણ છે કે હવે આઈવીએફ તકનીકની મદદથી સિદ્ધૂએ કંસીવ કરવાનો નિર્ણય લીધો. હવે સમાચાર છે કે માર્ચ મહિનામાં સિદ્ધૂની માતા બાળકને જન્મ આપવાની છે. એવુ બતાવાય રહ્યુ છે કે અત્યાર સુધી પોઝીટિવ રિસ્પોન્સ છે. તેની માહિતી સામે આવતા જ મૂસેવાલાના પ્રશંસકોમાં ખુશીની લહેર છે.
ચાચા ચમકૌર સિંહે તેની ચોખવટ કરી દીધી છે. પણ સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે સુરક્ષા કારણોર કશુ પણ બતાવવાની ના પાડી છે. ઉલ્લેખનીય છે કે 29 મે 2022ના રોજ પંજાબના માનસા જીલ્લામાં જાણીતા પંજાબી ગાયક શુભદીપ સિંહ સિદ્ધૂ ઉર્ફ સિદ્દૂ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના કહેવા મુજબ સિદ્ધૂ મૂસેવાલાની હત્યામાં મહિન્દ્રા બોલેરો અને ટોયોટા કોરોલા બે મૉડ્યૂલનો ઉપયોગ કર્યો હતો. આ હત્યાની જવાબદારી ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી.
સિદ્ધૂની હત્યાનો બન્યો હતો પ્લાન
દિલ્લી પોલીસે સિદ્ધૂ મૂસેવાલાની હત્યાને લઈને દાવો કર્યો હતિ કે હત્યા પહેલા 6 હતયરા 15 દિવસમાં 8 વાર સિદ્ધૂ મૂસેવાલાના ઘર, ગાડી અને તેના રૂટ્સની રેકી કરી ચુક્યા હતા. પણ આ 8 વારમાં તેઓ મૂસેવાલાની હત્યા એ માટે ન કરી શક્યા કારણ કે મૂસેવાલા બુલેટ પ્રુફ કાર અને હથિયારોથી લેંસ કમાંડો સાથે નીકળતા હતા. હત્યાકાંડના દિવસે પણ આ તમામ હથિયારોનો જથ્થો અને હૈડ ગ્રેનેડ પણ શૂટર્સની બંને ગાડીઓમાં હાજર હતા.