અભિનેતાએ તાજેતરમાં. સલમાને તેના પનવેલ ફાર્મહાઉસની નજીક સ્થિત પ્લોટના માલિક કેતન કક્કડે યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન પાડોશી પર તેની બદનક્ષી કરવાનો આરોપ લગાવ્યો હતો.
સલમાન ખાન (Salman Khan) અને તેમના પડોશી કેતન કક્કડ (Ketan Kakkad)ની વચ્ચે મામલો વધતો જઈ રહ્યો છે. અભિનેતાએ તાજેતરમાં જ પનવેલ ફાર્મહાઉસ(Panvel Farmhouse)ના પડોશમાં રહેતા કેતન કક્કર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો સલમાને પડોશી પર આરોપ લગાવ્યો કે તેમના પનવેલ ફાર્મહાઉસની નજીક સ્થિત પ્લોટના માલિક કેતન કક્કરે યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન તેમને બદનામ કર્યા છે.
'લાઈવ લો'ના રિપોર્ટ મુજબ, સલમાનના વકીલે કોર્ટમાં કેતન કક્કરના ઈન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા પોસ્ટ વાંચી જેમાં તેણે અભિનેતા પર ગંભીર આરોપો લગાવ્યા છે. કેતન કક્ક્ડે દાવો કર્યો છે કે ફિલ્મ સ્ટાર્સના મૃતદેહ સલમાનના ફાર્મ હાઉસમાં દફનાવવામાં આવ્યા છે. કેતને એવો પણ દાવો કર્યો છે કે ત્યાં બાળકોની તસ્કરી પણ થાય છે.
સલમાન ખાનના વકીલ પ્રદીપ ગાંધીએ કહ્યું કે આ આરોપો કોઈપણ પુરાવા વગર લગાવવામાં આવી રહ્યા છે અને જાણીજોઈને અભિનેતાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સલમાન ખાને તેના પનવેલ ફાર્મહાઉસના પાડોશી વિરુદ્ધ વિડિયો, પોસ્ટ અથવા ટ્વીટના રૂપમાં "ખોટા, બદનક્ષીભર્યા અને બદનક્ષીભર્યા આરોપો" કરવાથી રોકવા માટે શોર્ટ કોઝ સિવિલ સૂટ દાખલ કરી હતી. પોતાની મિલકતના વિવાદના ભાગ રૂપે કેતન કક્કડે દાવો કર્યો છે કે સલમાન ખાને અર્પિતા ફાર્મ્સની બાજુમાં સ્થિત તેના પ્લોટની ઍક્સેસને બ્લોક કરી દીધી છે. જોકે, સલમાન ખાનના વકીલે આ વાતને નકારી કાઢી હતી.