કિસી કા ભાઈ કિસી કી જાનના ગીત લેટ્સ ડાંસ છોટૂ મોટૂ રિલીઝ લુંગી પહેરીને સલમાનએ મચાવ્યો ધમાલ

Webdunia
ગુરુવાર, 20 એપ્રિલ 2023 (11:04 IST)
Kisi ka bhai kisi ki jaan New song- બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ પહેલા ફિલ્મના ઘણા ગીતો પણ રિલીઝ થઈ ચૂક્યા છે. તે જ સમયે, ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા, એક નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.
"લેટસ ડાંસ છોટૂ મોટૂ" ગીતમાં સલમાનની સાથે પૂજા હેગડે સાથે આખી ટીમએ જોરદાર ડાંસ કર્યો છે. ખાસ વાત આ છે કે કે આ ગીતને દેવી શ્રી પ્રસદ, નેહા ભસીન અને યો યો હની સિંહની સાથે સલમાન ખાનએ તેમની આવાઝ આપી છે. સલમાન ગીતમાં નર્સરીની ઘણી કવિતાઓ ગાતા દેખાઈ રહા છે. 

સંબંધિત સમાચાર

Next Article