બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election Reult 2020) ના પરિણામો અને વલણો થોડા સમયમાં મળવાનું શરૂ થઈ જશે. રાજ્યના મતગણતરી કેન્દ્ર પર સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થશે. 28 ઓક્ટોબર, 3 અને 7 નવેમ્બરના રોજ રાજ્યમાં ત્રણ તબક્કામાં 243 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. મોટાભાગના એક્ઝિટ પોલમાં, તેજસ્વી યાદવ(Tejashwi Yadav)ના નેતૃત્વવાળી મહાગઠબંધને આગળ બતાવી છે. પરંતુ એ એક્ઝિટ પોલ હતા, આજે એક્ચુઅલ પરિણામ સામે આવી રહ્યા છે. વેબદુનિયા પર અમે તમને પરિણામો સંબંધિત તમામ જાણકારી સૌથી પ્રથમ અને સૌથી સચોટ માહિતી આપીશું. ચાલો જાણીએ
-- 11.30 વાગે NDA 131 અને મહાગઠબંધન 101 સીટ પર લીડ દેખાઈ રહી છે.
- સવારે 11 વાગે NDA 130 અને મહાગઠબંધન 97 પર આવી ગઈ છે.
- VIPના મુકેશ સહની સિમરી બખ્તિયારપુર સીટથી આગળ ચાલી રહ્યા છે.
- જમુઈના ભાજપના શ્રેયસી સિંહ આગળ વધી રહ્યા છે.
- લાલુ યાદવના નાના દીકરા તેજસ્વી યાદવ રાધોપુરથી આગળ છે. મોટો દીકરો તેજપ્રતાપ હસીનપુર સીટથી આગળ છે. પરંતુ 10 વાગ્યા પછી તેઓ આ સીટ પરથી પાછળ થઈ ગયા હતા.
- મધેપુરાથી ઉમેદવાર પપ્પૂ યાદવ ત્રીજા નંબરે ચાલી રહ્યા હતા.
- બિહારીગંજ સીટથી શરદ યાદવની દીકરી સુભાષિની બીજા નંબરે ચાલી રહી છે.
- બાંકીપુરથી શત્રુઘ્ન સિન્હાના દીકરા લવ સિન્હા આગળ ચાલી રહ્યા છે.
- પરસાથી દેડીયુના ચંદ્રિકા રાય આગળ અને ઈમામગંજથી હમ ઉમેદવાર જીતનરામ માંઝી પાછળ ચાલી રહ્યા છે.
- બિહાર રિઝલ્ટ: શરૂઆતમાં મહાગઠબંધન આગળ હતું, પરંતુ હવે JDU 125 અને RJD 109 સીટ પર આગળ ચાલી રહ્યું છે
- બિહાર ચૂંટણી પરિણામ: હમના ચીફ જીતનરામ માંજી ઇમામગંજ સીટથી પાછળ ચાલી રહ્યા છે
- લાલુ પ્રસાદના દીકરા તેજ પ્રતાપ યાદવ હસનપુર સીટમાં બીજા રાઉન્ડમાં JDUના રાજ કુમાર કરતાં પાછળ
- મધ્યપ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં શરૂઆતના રૂઝાનમાં BJP 17 અને કોંગ્રેસ 9 સીટ પર આગળ
- ઉત્તરપ્રદેશમાં 4 સીટો પર BJP, 2 સીટો પર સપા, અને 1 સીટ પર BSP આગળ
- BJP ઓફિસને CRPFએ ઘેરી લીધી છે. બાજી પલટાતા RJD કાર્યાલયની બહાર કરતાં JDU પાર્ટીની ઓફિસ બહાર ધીમે-ધીમે ભીડ વધી રહી છે
- પટનાની બાંકીપુર સીટ પરથી પ્લૂરલ્સની પુષ્પમ પ્રિયા ચૌધરી પાછળ ચાલી રહ્યા છે
- બિહારમાં ભાજપનો હાલ વોટ શેર 23.18 ટકા છે. જ્યારે જેડીયુનો વોટ શેર 13.48ટકા છે
- બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. શરૂઆતના રૂઝાનોમાં મહાગઠબંધન મોટા અંતરથી એનડીએ આગળ છે. તો એનડીએથી અલગ થઇને - - લોક જનશક્તિ પાર્ટી (LJP)ની હાલત ખરાબ એક કલાકના કાઉન્ટિંગમાં ચિરાગ - પાસવાનની પાર્ટીનું ખાતું તો ખૂલ્યું પરંતુ તેઓ માત્ર એક સીટ પર જ આગળ દેખાયા.
- યુપીની સાત વિધાનસભા સીટો પર મતોની ગણતરી ચાલુ છે. તેમાંથી ચાર સીટો પર ભાજપ આગળ છે. બાંગરમઉ, દેવરિયા સદર, ઘાટમપુર અને - બુલંદશહેરમાં ભાજપ આગળ છે. જ્યારે અમરોહાની નૌગાંવા અને જૌનપુરની મલ્હાની સીટ પર સપા આગળ છે
- બિહાર રિઝલ્ટ: 2015માં શરૂઆતમાં NDA એ આગળ હતું, પરંતુ ઇવીએમના વોટોની ગણતરીએ પરિણામોને પલટી નાંખ્યા હતા.
ગુજરાતમાં મતગણતરી શરૂ, ભાજપ 4 અને કોંગ્રેસ 1 સીટ પર આગળ
કોંગ્રેસના નેતાઓએ પટનાની એક મોટી હોટલમાં પડાવ નાખ્યો
- ચૂંટણીના પરિણામો પૂર્વે કોંગ્રેસના મોટા નેતાઓ પટણામાં ઓફિસ છોડીને મોટી હોટલમાં પડાવ નાખ્યો. ધારાસભ્યને તોડવાના ડરથી પટનાની એક મોટી હોટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. રણદીપ સુરજેવાલાને પણ ત્યા જ છે.. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજેતા ધારાસભ્ય સુરજેવાલાનો સીધો સંપર્ક કરશે અને સંભવત હોટેલમાં જશે.
- 38 જિલ્લાના 55 મતદાન મથકો પર મતગણતરી
પરિણામોનો ટ્રેન્ડ સવારે 8 વાગ્યે આવે તેવી સંભાવના છે જ્યારે વાસ્તવિક પરિણામો 2-3 વાગ્યાથી આવવાનું શરૂ થશે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ 38 જિલ્લાઓમાં 55 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
- સવારે 8.30 વાગ્યા સુધી પહેલુ પરિણામ
ચૂંટણી પંચના અધિકારીઓના મતે, બેલેટ પેપરમાંથી પડેલા મતપત્રોની ગણતરી પહેલા શરૂ કરવામાં આવશે. સવારે 8: 15 કલાકે ગણતરી ઇવીએમથી શરૂ થશે. અધિકારીઓનું કહેવું છે કે ઇવીએમમાંથી એક રાઉન્ડની ગણતરી કરવામાં 15 થી 20 મિનિટનો સમય લાગશે. તો પહેલો ટ્રેન્ડ સવારે 8:30 વાગ્યા સુધીમાં આવે તેવી શક્યતા છે.