ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, આગામી ત્રણ દિવસમાં ફરી વરસશે

Webdunia
બુધવાર, 18 સપ્ટેમ્બર 2019 (10:44 IST)
આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલમાં વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં ફરી સામાન્યથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
એવી જ રીતે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ જિલ્લાના અલગઅલગ વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે.
તેમજ ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.
મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

સંબંધિત સમાચાર

Next Article