અયોધ્યાના શ્રીરામ મંદિરથી પાંચ ગણુ મોટુ મંદિર અહીં બની રહ્યુ છે, 108 ફીટ ઉંચા પાંચ શિખર હશે

Webdunia
શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (12:36 IST)
-. 135 ફૂટનો એક શિખરો અને 108 ફૂટ ઊંચાઈના 5 શિખર
-  દુનિયાના સૌથી મોટા શિવલિંગ 
- શિવલિંગનું વજન 210 ટન , અહીં બનશે વિશ્વની સૌથી ઊંચું રામ મંદિર 
 
Ram mnadir- દુનિયાના સૌથી મોટુ રામ મંદિર (Ram mnadir) બિહારના ચંપારણમાં બની રહ્યુ છે. આ મંદિર અયોધ્યામાં બની રહ્યા શ્રીરામ મંદિરથી પાંચ ગણુ મોટુ બનશે. તેનો નામ વિરાટ રામાયણ( Virat Ramayan temple) છે. આ મંદિર 2025ના છેલ્લા મહિના સુધીમાં તૈયાર થઈ જશે. એટલું જ નહીં આ વિશાળ રામાયણ મંદિરમાં વિશ્વનું સૌથી મોટું શિવલિંગ પણ બનાવવામાં આવી રહ્યું છે. મંદિર નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે.
 
જાણો વિરાટ રામાયણ મંદિરના વિશે 
આ મંદિર સવા સૌ એકડ મા ફેલાયેલો છે. મંદિરનો વિસ્તાર 3.67 લાખ ચોરસ ફૂટ હશે. સૌથી ઊંચું શિખર 270 ફૂટ હશે. 198 ફૂટનો એક સ્પાયર હશે. જ્યારે 180 ફૂટના ચાર શિખરો હશે. 135 ફૂટનો એક શિખરો અને 108 ફૂટ ઊંચાઈના 5 શિખરા હશે. વિરાટ રામાયણ મંદિરની લંબાઈ 1080 ફૂટ અને પહોળાઈ 540 ફૂટ છે. જ્યારે મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે, ત્યારે તે અયોધ્યાથી જનકપુર તરફ જતી વખતે દેખાશે.
 
જાણો દુનિયાના સૌથી મોટા શિવલિંગ વિશે 
 
દુનિયાના સૌથી મોટુ શિવલિંગ 2025 સુધી બનીને તૈયાર થઈ જશે. તેનો નિર્માણ કાર્ય શરૂ થઈ ગયુ છે. તેની ખાસિયત આ છે કે આ શિવલિંગ હશે. તેમાં એક હજાર શિવલિંગનો આકાર હશે. 1500 વર્ષ પછી આવા એક હજાર શિવલિંગનું નિર્માણ થઈ રહ્યું છે. આ પહેલા સહસ્ત્ર શિવલિંગ 800 ઈ.સ.માં બનાવવામાં આવ્યું હતું. ત્રણ માળના મંદિરના ઉપરના માળેથી કાળા ગ્રેનાઈટથી બનેલા આ શિવલિંગ પર જલાભિષેક કરવામાં આવશે. આ શિવલિંગનું વજન 210 ટન હશે. જ્યારે તેની ઉંચાઈ 33 ફૂટ હશે અને તેની ગોળાકારતા પણ 33 હશે. ભક્તો 33 ફૂટની ઊંચાઈએથી સીધા જ મહાદેવને જળ અર્પણ કરી શકશે.

સંબંધિત સમાચાર

Next Article