રામલલાની મૂર્તિ કાળી કેમ ? જાણો આ પત્થરને પસંદ કરવાનુ કારણ

Webdunia
શનિવાર, 20 જાન્યુઆરી 2024 (12:27 IST)
હાઈલાઈટ્સ 
 
- રામલલાની મૂર્તિ માટે કાળા પત્થર એટલે કે કૃષ્ણશિલાનો ઉપયોગ કરવામાં આવ્યો 
- કૃષ્ણશિલા  વિશે ઓછા જ લોકોને માહિતી છે 
-  કૃષ્ણ શિલા ચઢાવેલ ખાદ્ય સામગ્રીનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય પર  પ્રભાવ નાખતુ નથી
 
 
નવી દિલ્હી. અયોધ્યાના રામ મંદિર (Ram Mandir)ના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવેલ રામલલાની મૂર્તિ   (Ram Lalla Idol) ની સામે આવ્યા પછી કરોડો શ્રદ્ધાળુઓએ તેના દર્શન કર્યા. રામલલાની મૂર્તિમા જે કાળા પત્થર એટલે કે કૃષ્ણશિલાનો ઉપયોગ કરવામાં આવ્યો, તેના વિશે ઓછા જ લોકોને માહિતી છે. તેને તૈયાર કરનારા શિલ્પકાર અરુણ યોગીરાજ (Arun Yogiraj) ની પત્ની વિજેતા યોગીરાજે કહ્યુ કે રામલલાની મૂર્તિ બનાવવા માટે આ પત્થરનો ઉપયોગ કરવાનુ એક ખાસ કારણ છે. કૃષ્ણ શિલામાં એવા ગુણ છે કે જ્યારે તમે અભિષેક કરો છો એટલે જ્યારે તમે દૂધ પ્રતિમા પર ચઢાવો છો તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ તમારા સ્વાસ્થ્ય પર કોઈ પ્રભાવ નાખતુ નથી. 
 
આ પત્થરથી દૂધના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી. આ કારણથી આ પત્થરની પસંદગી કરવામાં આવી છે. કારણ કે આ કોઈપણ એસિડ કે આગ કે પાણી સાથે કોઈ  રિએક્શન કરતો નથી. આ આવનારા હજાર વર્ષથી પણ વધુ સમય સુધી કાયમ રહેવાનુ છે. વિજેતા યોગીરાજે એ પણ કહ્યુ કે ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના માટે રામલલાની મૂર્તિને બનાવતી વખતે અરુણ યોગીરાજે એક ઋષિના જેવી જીવનશૈલી અપનાવી. 
 
મૂર્તિ બનાવતી વખતે અરુણ એક ઋષિની જેમ રહ્યા 
વિજેતા યોગીરાજે જણાવ્યુ કે મૂર્તિ તૈયાર કરવાના પુરા સમય દરમિયાન અરુણ યોગીરાજે સાત્વિક ભોજન, ફળ અને અંકુરિત અનાજ જેવા સીમિત આહારની સાથે છ મહિનાનો સમય વીતાવ્યો. અરુણની બનાવેલ રામલલાની મૂર્તિને અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના માટે પસંદગી પામવા પર ખુશી વ્યક્તિ કરતા વિજેતાએ કહ્યુ કે અમે આ વિશે ક્યારેય વિચાર્યુ નહોતુ. પણ અરુણમાં ઘણી પ્રતિભા છે. તેની કલાને દુનિયાભરમાં ઓળખ અને પ્રશંસા મળવી જોઈએ. 
 
અરુણ યોગીરાજ પાંચમી પેઢીના મૂર્તિકાર 
 વિજેતાના મુજબ અરુણ યોગીરાજ પાંચમી પેઢીના મૂર્તિકાર છે. જેમણે 11 વર્ષની વયમાં નક્કાશી શરૂ કરી હતી અને ત્યારથી તેઓ પોતાના પરિવારની સમૃદ્ધ પરંપરાના પ્રતિક બની ગયા છે. વિજેતાએ ખુલાસો કર્યો કે આખા દેશના લોકો તરફથી મળેલા અતૂટ પ્રેમ અને આશીર્વાદ માટે આભાર બતાવતા પરિવારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પછી અયોધ્યા જવાની યોજના બનાવી છે. 

સંબંધિત સમાચાર

Next Article