Asia Cup 2022: 27 ઓગસ્ટથી UAEમાં શરૂ થઈ રહેલા એશિયા કપ માટે સોમવારે 8 ઓગસ્ટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. કેએલ રાહુલની ટીમમાં વાપસી થઈ છે અને તેને ટીમના વાઇસ કેપ્ટન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યો છે. આ સિવાય બેટિંગ લેજેન્ડ વિરાટ કોહલી પણ બ્રેક બાદ એશિયા કપમાં ટીમ સાથે જોડાશે. જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલને ટીમમાં સ્થાન મળ્યું નથી. આ બંને ખેલાડીઓ ઈજાના કારણે ટીમની બહાર હોવાનું જણાવવામાં આવ્યું છે.
જ્યાં CCIએ 15 સભ્યોની મુખ્ય ટીમની જાહેરાત કરી છે. સાથે જ ત્રણ ખેલાડીઓને પણ ટીમમાં રિઝર્વ અથવા સ્ટેન્ડબાય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં ત્રણ ખેલાડીઓ સામેલ છે, જેમાં શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચહરના નામ સામેલ છે. એશિયા કપ 2022માં ભારત તેની પ્રથમ મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે.