એકાક્ષી નારિયળનુ તંત્ર શાસ્ત્રમાં ખૂબ મહત્વ છે. તેને સાક્ષાત લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે જો તેને વિધિ વિધાન પૂર્વક ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો એ વ્યક્તિના ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી અને તેની દરેક મનોકામના પૂરી થાય છે. તેની વિધિ આ પ્રકારની છે..
સૌ પહેલા સાધક સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી પોતાની સામે થાળીમાં કંકુથી અષ્ટ દળ બનાવીને તેના પર નારિયાળ મુકી દે અને અગરબત્તી તેમજ દિવો પ્રગટાવે. શુદ્ધ જળથી સ્નાન કરાવીને આ નારિયળ પર પુષ્પ, ચોખા, ફળ, પ્રસાદ વગેરે મુકે અને લાલ રેશમી વસ્ત્ર ઓઢાવે. ત્યારબાદ એ રેશમી વસ્ત્ર જે અડધો મીટર લાંબુ હોય તેને પાથરીને તેના પર કેસરથી આ મંત્ર લખે.
પછી આ રેશમી વસ્ત્ર પર નારિયળને મુકી દો અને આ મંત્ર વાંચતા તેના પર 108 ગુલાબની પાંખડીઓ ચઢાવો અર્થાત દરેક પાંખડી ચઢાવતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરતા રહો..
મંત્ર - ૐ એં હ્વી શ્રીં એકાક્ષિનાલિકેરાય નમ:
ત્યારબાદ ગુલાબની પાંખડીઓને હટાવીને એ રેશમી વસ્ત્રમાં નારિયળને લપેટીને થાળીમાં ચોખાના ઢગલા પર મુકી દો અને આ મંત્રની 3 માળા જપો.
સવારે ઉઠીને ફરી 21 ગુલાબથી પૂજા કરો અને એ રેશમી વસ્ત્રમાં લપેટાયેલ નારિયળને પૂજા સ્થાન પર મુકી દો. આ રીતે એકાક્ષી નારિયળને ઘરમાં સ્થાપિત કરવાથી ધન લાભ થાય છે.