સાવિત્રીનો જન્મ વિશેષ પરિસ્થિતિયોમાં થયો હતો. એવુ કહેવાય છે કે ભદ્ર દેશના રાજા અશ્વપતિની કોઈ સંતાન નહોતી. તેણે સંતાનની પ્રાપ્તિ માટે અઢાર વર્ષ સુધી ખૂબ મોટો યજ્ઞ કર્યો. ત્યારબાદ સાવિત્રીદેવીએ તેમને તેજસ્વી કન્યાના જન્મનુ વરદાન આપ્યુ. સાવિત્રી દેવીની કૃપાથી જન્મ લેવાથી કન્યાનુ નામ સાવિત્રી રાખવામાં આવ્યુ.