Tulsi Vivah- તુલસી લગ્નની પારંપરિક લોકકથા

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2023 (12:33 IST)
તુલસી લગ્નના સંબંધમાં પ્રાચીન ગ્રંથમાં ઘણી કથાઓ આપી છે એક બીજી કથા મુજબ એક પરિવારમાં નણદ- ભાભી રહેતી હતી. નણદ હવે કુંવારી હતી. એ તુલસીને ખૂબ સેવા કરતી હતી. પણ ભાભીને આ બધું પસંદ નહોતું. ક્યારે-ક્યારે તો એ ગુસ્સમાં કહેતી કે જ્યારે તારું લગ્ન થશે તો તુલસી જ ખાવા માટે આપીશ અને તુલસી જ તારા ઘરિયાવર(દહેજ)માં આપીશ. 
 
યથાસમય જ્યારે નણદનો લગન થયું  તો તેમની ભાભીએ મેહમાનો સામે તુલસીનો કુંડોતોડીને મૂકી દીધું. ભગવાનની કૃપાથી કુંડાની માટી સ્વાદિષ્ટ વ્યંજનમાં બદલી ગઈ.  ઘરેણાની જગ્યા ભાભીએ તુલસીની મંજરી(માલા) પહેરાવી દીધી તો એ સોનાના ઘરેણામાં ફેરવાઈ ગયા. વસ્ત્રોના સ્થાને તુલસીના જનેઉ રાખી દીધા તો એ રેશમી વસ્ત્રોમાં બદલાઈ ગયું. 
 
સાસરામાં તેમના ઘરિયાવર વિશે ખૂબ વખાણ થઈ. એના પર ભાભીને મોટું અચરજ થયું અને તુલસીજીની પૂજાનો મહ્ત્વ એમની સમજાઈ ગયું. 
 
ભાભીની એક છોકરી હતી. એ એમની છોકરીથી કહેતી કે તૂ પણ તુલસીની સેવા કર્યા કર. તને પણ ફૂઈની જેમ રીતે ફળ મળશે. પણ છોકરીનું મન તુલસીમાં નહી લાગતું હતું. 
 
છોકરીના લગ્નના સમય આવ્યું તો ભાભીએ વિચાર્યું કે જેવું વ્યવહાર હું નણદથી કર્યું, તેના કારણે જે તેને આટલું માન મળ્યું. આ કારણે હું મારી છોકરી સાથે પણ આવું જ વ્યવહાર કરૂ. તેને તુલસીનો કુંડો ફોડીને મેહમાનો  સામે મૂકી દીધું. પણ આ વખતે માટી - માટી જ રહી ગઈ. મંજરી અને પાન પણ એમના જ રૂપમાં રહ્યા. જેનેઉ જેનેઉ જ રહ્યું. બધા મેહમાનો ભાભીની બુરાઈ કરવા લાગ્યા. સાસરેમાં પણ બધા છોકરીની બુરાઈ કરી રહ્યા હતા. 
 
ભાભી નનદને ક્યારે ઘરે નહી બોલાવતી હતી. ભાઈએ વિચાર્યું કે હું જ બેનથી મળી આવું. તેમને આ ઈચ્છા તેમની પત્ની ને જણાવી અને ભેંટ લઈ જવા માટે કઈક માંગ્યું. ભાભીએ થેલામાં જ્વાર ભરીને કહ્યું -બીજું કાઈ નથી આ જ છે લઈ જાઓ. 
 
એ દુખી મનથી ચાલી ગયું. આ શું બેનના ઘરે કોઈ જ્વાર લઈ આવે છે. બેનના નગર પાસે પહોંચીને એને એક ગૌશાળાની સામે જ્વારના થેલા ઉલ્ટી દીધું. 
 
ત્યારે ગૌપાલકએ કહ્યું -એ ભાઈ! સોના-મોતી ગાયની આગળ શા માટે નાખી રહ્યા છો? ભાઈ એ બધી વાત એને કહી અને સોના-મોતી લઈને પ્રસન્ન મન થી બેનના ઘરે ગયું બેન ખૂબ પ્રસન્ન થઈ. 
 

સંબંધિત સમાચાર

Next Article