વર્તમાન સમયમાં કુંભ, મકર અને મીન રાશિપર શનિની સાઢેસાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. શનિની સાઢેસાતી અને ઢૈય્યાને કારણે વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિના અશુભ પ્રભાવોથી મુક્તિ માટે રોજ રાજા દશરથ કૃત શનિ સ્ત્રોત્રનો પાઠ કરવો જોઈએ. ધાર્મિક માન્યતાઓ મુજબ આ સ્તોત્રનો પાઠ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.