જો તમેં પણ આ રીતે કરો છો આરતી તો થઈ જાવ સાવધાન, જાણો આરતી કરવાની સાચી રીત

Webdunia
મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (23:02 IST)
સનાતન ધર્મમાં પૂજા વિધિને લગતા અનેક નિયમો, રીતિ અને રિવાજો વર્ષોથી ચાલ્યા આવે છે. એવું માનવામાં આવે છે કે જો આપણે તે નિયમો અનુસાર આ કાર્યો ન કરીએ તો પૂજા અને ભક્તિનું પૂર્ણ ફળ મળતું નથી. તેવી જ રીતે ભગવાનની આરતી કરવાની એક ચોક્કસ રીત છે, જે પ્રમાણે  દરેક વ્યક્તિએ ભગવાનની આરતી કરવી જોઈએ. ચાલો જાણીએ આરતી કરવાની સાચી રીત કઈ છે.
 
 જ્યોતિષ અનિરુદ્ધ જોશી મુજબ ભગવાનની આરતી હંમેશા એક જ જગ્યાએ ઉભા રહીને કરવી જોઈએ. આરતી કરતી વખતે હંમેશા થોડુ નમીને આરતી કરો. ભગવાનના ચરણોમાં ચાર વાર, નાભિ પર બે વાર, ચહેરા પર એક વાર અને શરીરના તમામ અંગો પર સાત વાર આરતી કરો. આ રીતે 14 વાર આરતી કરવાથી ભગવાનમાં બિરાજમાન ચૌદ ભુવન સુધી તમારો નમસ્કાર પહોંચે છે.
 
સ્કંદ પુરાણમાં પણ આરતી સંબંધિત વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે. આ સંબંધમાં સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે જો કોઈ વ્યક્તિ મંત્ર ન જાણતો હોય, પૂજાની સંપૂર્ણ વિધિ ન જાણતો હોય, પરંતુ ભગવાનની આરતી અને પૂજામાં ભક્તિભાવથી ભાગ લે અને આરતી કરે તો તેની પૂજા સ્વીકારવામાં આવે છે. . 
શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ ઘીનો દીવો કરીને આરતી કરે છે તેને લાખો કલ્પોમાં સ્વર્ગમાં સ્થાન મળે છે. કપૂરથી આરતી કરવાથી વ્યક્તિ અનંતમાં પ્રવેશ મેળવે છે, જે વ્યક્તિ પૂજા દરમિયાન કરવામાં આવતી આરતીને જુએ છે, તે પરમ સ્થિતિને પ્રાપ્ત કરે છે. આવી સ્થિતિમાં પૂજા પછી આરતી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
 
આરતી દરમિયાન બનવી જોઈએ ઓમની આકૃતિ  
પંડિત અનિરુદ્ધ જોશીએ અમને કહ્યું કે જ્યારે તમે આરતી ફેરવો છો ત્યારે તેને ગોળ આકારમાં ન  ફેરવવી જોઈએ. તેને એવી રીતે ફેરવવી જોઈએ કે જ્યારે તમે તમારી આરતીને ફેરવો છો, ત્યારે તેમાં ઓમનો આકાર ઉભરે, જેના કારણે તમને આરતીનું પૂર્ણ ફળ મળે અને આ રીતે આરતી કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત ભોલેનાથના ઉપાસક નારાયણ પણ તેનાથી પ્રસન્ન થાય છે. તેમજ તમામ દેવી-દેવતાઓની આરતી આપણે આ જ રીતે કરવી જોઈએ.

સંબંધિત સમાચાર

Next Article