Vivah Muhurat 2024: નવેમ્બરમાં આ દિવસથી શરૂ થઈ રહ્યા છે વિવાહના શુભ મુહુર્ત, નોંધી લો લગ્ન અને તિથિઓ

Webdunia
બુધવાર, 6 નવેમ્બર 2024 (16:43 IST)
November lagan date 2024:  હિન્દુ ધર્મની માન્યતા મુજબ દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં પ્રવેશ કરે છે. દેવઉઠની એકાદશીના દિવસથી શ્રીહરિ યોગ નિદ્રામાંથી બહાર આવે છે  તો આ દિવસથી ફરીથી લગ્ન જેવા મંગલ કાર્યોની શરૂઆત થઈ જાય છે. આવામાં આવો જાણીએ નવેમ્બર 2024માં શુભ મુહૂર્ત ક્યારે છે. 
 
આ વર્ષે દેવઉઠી એકાદશી 12 નવેમ્બરના રોજ છે અને13 નવેમ્બરના રોજ તુલસી વિવાહ છે અને આ જ તિથિથી માંગલિક કાર્ય કરવામાં આવશે. નવેમ્બરમાં 11 દિવસ લગ્ન માટે શુભ મળી રહ્યા છે. હિન્દુ કેલેંડર મુજબ  12, 13, 16, 17, 18, 22, 23, 25, 26, 28 અને 29 નવેમ્બર 2024 ના રોજ લગ્ન માટે શુભ તિથિ આવશે. આવો આ તિથિઓના શુભ મુહુર્ત વિશે વિસ્તારથી જાણીએ..   
 
નવેમ્બર 2024માં લગ્ન માટે શુભ મુહૂર્ત 
12 નવેમ્બર 2024 દિવસ મંગળવાર 
મુહૂર્ત:- સાંજે 04:04 થી 07:10 સુધી નક્ષત્ર:- ઉત્તર ભાદ્રપદ તિથિ:- દ્વાદશી
 
13 નવેમ્બર 2024, બુધવાર
મુહૂર્ત:- બપોરે 03:26 થી 09:48 સુધી નક્ષત્ર:- રેવતી તિથિ:- ત્રયોદશી
 
16 નવેમ્બર 2024, શનિવાર
મુહૂર્ત:- સવારે 11:48 થી બીજા દિવસે સવારે 6:47 સુધી નક્ષત્ર:- રોહિણી તિથિ: દ્વિતિયા
 
17 નવેમ્બર 2024, રવિવાર
મુહૂર્ત:- સવારે 06:47 થી બીજા દિવસે સવારે 06:48 સુધી નક્ષત્ર:- રોહિણી, મૃગશિરા તિથિ:- દ્વિતિયા, તૃતીયા
 
18 નવેમ્બર 2024, સોમવાર 
મુહૂર્ત:- 06:48 AM થી 07:56 AM નક્ષત્ર:- મૃગશિરા તિથિ:- તૃતીયા
 
22 નવેમ્બર 2024, શુક્રવાર
મુહૂર્ત:- બપોરે 11:44 થી બીજા દિવસે સવારે 06:51 સુધી નક્ષત્ર:- માઘ તિથિ:- અષ્ટમી
 
23 નવેમ્બર 2024, શનિવાર
મુહૂર્ત:- સવારે 06:51 થી 11:42 નક્ષત્ર:- માઘ તિથિ:- અષ્ટમી
 
25 નવેમ્બર 2024, સોમવાર
મુહૂર્ત:- બીજા દિવસે સવારે 01:01 થી 06:53 સુધી નક્ષત્ર:- હસ્ત તિથિ:- એકાદશી
What is the right age of marriage
26 નવેમ્બર 2024, મંગળવાર
મુહૂર્ત:- બીજા દિવસે સવારે 6:53 થી 04:35 સુધી નક્ષત્ર:- હસ્ત તિથિ:- એકાદશી
 
28 નવેમ્બર 2024, ગુરુવાર
મુહૂર્ત:- સવારે 07:36 થી બીજા દિવસે સવારે 06:54 સુધી નક્ષત્ર:- સ્વાતિ તિથિ:- ત્રયોદશી
 
29 નવેમ્બર 2024, શુક્રવાર
મુહૂર્ત:- સવારે 6:54 થી 8:39 નક્ષત્ર:- સ્વાતિ તિથિ:- ત્રયોદશી

સંબંધિત સમાચાર

Next Article