ઝાડ-પાનનો પણ કાલ ચક્રમાં સુર્ય-ચંદ્ર વગેરે નવગ્રહો તેમજ જ્યોતિથી ખુબ જ નજીકનો અને ઘનિષ્ઠ સંબંધ જણાવવામાં આવે છે. હવન એટલે કે યજ્ઞની અંદર વપરાતી સામગ્રી જુદા જુદા ઝાડ-પાનની હોય છે. સૃષ્ટિના બધા જ પ્રાણીઓ ઝાડ-પાન પર નિર્ભિત છે. જે લોકો કિંમતી રત્નો ખરીદવામાં અસમર્થ હોય તેમણે ઝાડ-પાન અને તેના મૂળની મદદ લેવી જોઈએ.
સુર્ય ગ્રહ : જો તમારી કુંડળીની અંદર સુર્ય નબળો હોય, નીચ કે અશુભ પ્રભાવ આપી રહ્યો હોય તો બેલ-પત્ર લાલ કે ગુલાબી દોરાની અંદર બાંધીને રવિવારે ધારણ કરો. આનાથી અશુભ પ્રભાવ ઓછો થશે.
ચંદ્ર ગ્રહ : જો ચંદ્ર દુષિત હોય કે અશુભ હોય તો સોમવારે સવારે ખેરનું મૂળ સફેદ દોરાની અંદર બાંધીને ધારણ કરો.
મંગળ ગ્રહ : જો તમે માંગલિક હોય, મંગળ અષ્ટમ કે બારમા ભાવમાં હોય તો મંગળવારે બપોરના સમયે અનંત મૂળને લાલ દોરાની અંદર લપેટીને ધારણ કરો.
બુધ ગ્રહ : બુધ નકારાત્મકતાનું પ્રતિક આપી રહ્યો હોય તો બુધવારે સવારે વિધારાની મૂળને દોરાની અંદર નાંખીને પહેરો.
ગુરૂ ગ્રહ : ગુરૂ કેન્દ્રાધિપતિ દોષથી પીડિત હોય, અશુભ પ્રભાવ આપી રહ્યો હોય કે પ્રભાવહીન હોય એવામાં ભારંગી કે કેળાના મૂળને ગુરૂવારે બપોરના સમયે પીળા દોરાની અંદર ધારણ કરો.
શુક્ર ગ્રહ : કેન્દ્રાધિપતિ દોષથી પીડાતો હોય તો શુક્રવારે સવારે સરપોરવાના મૂળને સફેદ દોરાની અંદર બાંધીને પહેરો.
શનિ ગ્રહ : શનિની સાડાસાતી કે અઢીની સ્થિતિમાં શનિવારે સવારે વાદળી દોરાની અંદર બિચ્છુનુ મૂળ ધારણ કરો.
રાહુ ગ્રહ : રાહુ ગ્રહની અશુભતા દૂર કરવા માટે સફેદ ચંદનનો ટુકડો વાદળી દોરાની અંદર બુધવારે પહેરવાથી લાભ થાય છે.