પીએમ મોદી કરશે ધોધા-હજીરા રો-પેક્સ ફેરીનુ ઉદ્ધઘાટન

Webdunia
શનિવાર, 7 નવેમ્બર 2020 (09:58 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતમાં ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. ત્રણ વર્ષ પહેલા ઘોઘા-દહેજ રૂટ  વડા પ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી હતી જે ટેક્નિકલ બાબતોના કારણે ટુકજ સમયમાં ઠપ્પ થઇ ગઈ હતી. બીજી બાજુ હજુ તો હજીરાની ફેરી શરૂ નથી થઈ ત્યાં કંપની દ્વારા હજીરાથી દીવ અને પીપાવાવની રો-પેક્ષ ફેરી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની શુભ શરૂઆત આવતી કાલે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. 24 કલાકમાં જ 3800 યાત્રી અને 1700 વાહનોનું બુકિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે.
 
ખંભાતના અખાતના કિનારે વસેલા ભાવનગરની દક્ષિણ ગુજરાત વચ્ચે મોટી સંખ્યામાં મુસાફરો અવર જવર કરે છે. સમુદ્રના કારણે બે વિસ્તારો વચ્ચેનું અંતર અને સફર ખુબ વધી જાય છે. આવતા-જતા મુસાફરોને દરિયાઇ માર્ગ આપીને ખંભાતના અખાતને જોડવા રોપેક્સ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે

સંબંધિત સમાચાર

Next Article