હિન્દુ ધર્મમાં ભાદરવા મહિનામાં અનેક વ્રત તહેવાર આવે છે આવે છે. જેમાથી એક કેવડાત્રીજ પણ છે. હિંદુ પંચાગ મુજબ ભાદરવા મહિનાની શુકલ પક્ષની તૃતીયા તિથિના રોજ કેવડાત્રીજ વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રતને મહિલાઓ અખંદ સૌભાગ્ય અને સુખી દામ્પત્યજીવન માટે રાખે છે. આ વ્રતને તમામ વ્રતમાં સૌથી મુશ્કેલ માનવામાં આવે છે કારણ કે તેને પાણી વગર કરવામાં આવે છે. કુંવારી છોકરીઓ યોગ્ય વર મેળવવા માટે હરતાલિકા તીજ વ્રત કરે છે. કેવડાત્રીજ વ્રત માટે સ્ત્રીઓના પિયરથી શ્રૃંગારનો સામાન, મીઠાઈઓ, ફળો અને કપડા મોકલવામાં આવે છે. જાણો હરતાલિકા તીજ ઉપવાસની તિથિ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ.
કેવડાત્રીજ સમાપ્ત - 09 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12:18 વાગ્યે સમાપ્ત
આ વ્રત 09 સપ્ટેમ્બરે ઉદય તિથિએ રાખવામાં આવશે.
હરતાલિકા વ્રતનુ શુભ મુહુર્ત
કેવડાત્રીજની પૂજા માટે બે શુભ મુહૂર્ત બની રહ્યા છે. પહેલુ શુભ મુહુર્ત સવારે અને બીજુ શુભ મુહૂર્ત પ્રદોષ કાળ એટલે કે સૂર્યાસ્ત પછી બની રહ્યુ છે.
સવારનુ શુભ મુહૂર્ત - કેવડાત્રીજ પૂજા કરવાનો શુભ સમય સવારે 06.03 થી 08.33 સુધી.
પૂજા માટેનો કુલ સમય 02 કલાક 30 મિનિટનો છે.
પ્રદોષ કાળ પૂજા મુહૂર્ત - પૂજા કરવાનો શુભ સમય સાંજે 06:33 થી રાત્રે 08:51 સુધી
કેવડાત્રીજનું મહત્વ - કેવડાત્રીજનું વ્રત કરવાથી પતિને લાંબુ આયુષ્ય મળે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને યોગ્ય વર પણ મળે છે. આ વ્રતની અસરથી સંતાનસુખ પણ મળે છે.
1. કેવડાત્રીજમાં ભગવાન ગણેશ, ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
2. સૌ પ્રથમ માટીમાંથી ત્રણેયની મૂર્તિઓ બનાવો અને ભગવાન ગણેશને તિલક કરો અને દુર્વા ચઢાવો.
3. ત્યારબાદ ભગવાન શિવને ફૂલો, બેલપત્ર અને શમીપત્ર અર્પિત કરો અને દેવી પાર્વતીને શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરો.
4. ત્રણેય દેવતાઓને વસ્ત્ર અર્પણ કરો પછી હરિતાલિકા તીજ વ્રત કથા સાંભળો અથવા વાંચો.
5. આ પછી, ભગવાન ગણેશની આરતી કરો અને ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી ઉતાર્યા પછી, ભોગ લગાવો. આ દિવસે પંચામૃત અને કાકડી કેળા જેવી વસ્તુઓનો ભોગ લગાવાય છે.