Guru Pushya Nakshatra 2021 : ચંદ્રમાનુ રાશિના ચોથા, આઠમા અને બારમા ભાવમાં હાજરી અશુભ માનવામાં આવે છે. પરંતુ આ પુષ્ય નક્ષત્રના કારણે અશુભ સમય પણ શુભ મુહૂર્તમાં પરિવર્તિત થઈ જાય છે. ગ્રહોની વિપરીત સ્થિતિ હોવા છતાં આ યોગ ખૂબ જ શક્તિશાળી છે, પરંતુ એક શ્રાપને કારણે આ યોગમાં લગ્ન ન કરવા જોઈએ. તેના પ્રભાવ હેઠળ, બધી ખરાબ અસરો દૂર થઈ જાય છે. માન્યતા અનુસાર, આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ખરીદી અક્ષય રહેશે. અક્ષય એટલે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી. આ શુભ દિવસે મહાલક્ષ્મીની પૂજા, પીપળ અથવા શમીના વૃક્ષની પૂજા કરવાથી તેનું વિશેષ અને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.
ગુરુ પુષ્ય નક્ષત્રનો સમય: ગુરુવાર, 28 ઓક્ટોબર 2021 ના રોજ, ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ સવારે 09:41 થી શરૂ થઈને બીજા દિવસે, 29 ઓક્ટોબર, શુક્રવારે 11:38 સુધી રહેશે.
શુભ યોગ (Shubh Yoga)
- સર્વાર્થસિદ્ધિ યોગ.
- અમૃતસિદ્ધ યોગ.
- રવિ યોગ.
શુભ મુહુર્ત ( Shubh Muhurat )
- અમૃત કાલ મુહૂર્ત: સવારે 07:02 થી 08:48 સુધી રહેશે.
- અભિજીત મુહૂર્ત: સવારે 11:42 થી બપોરે 12:26 સુધી.
- નિશિતા મુહૂર્ત: સવારે 11:16 થી બીજા દિવસે બપોરે 12:07 સુધી રહેશે
- વિજય મુહૂર્ત: બપોરે 01:34 થી 02:19 સુધી.
- સંધ્યા મુહૂર્ત: સાંજે 05:09 થી 05:33 સુધી.
- સાંજ સંધ્યા મુહૂર્તઃ સાંજ 05:20 થી 06:36 સુધી રહેશે.
શિલ્પકલા અને ચિત્રકલાનો અભ્યાસ શરૂ કરવો, મંદિર નિર્માણ અને ઘર નિર્માણ શરૂ કરવુ, ઉપનયન સંસ્કાર પછી વિદ્યાભ્યાસ કરવો, દુકાન ખોલવી, નવો વેપાર કરવો, રોકાણ વગેરે કરવુ શુભ છે.