દરેક કોઈ પોતાના દિવસની શરૂઆત સારી રીતે કરવા માંગે છે. જેથી તેમનો આખો દિવસ સારો રહે. આ માટે શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાવ્યા છે જેને કરવાથી તમારા દિવસની શુભ શરૂઆત થશે અને તેને જીવનમાં અપનાવી લેવાથી ઘણા ફાયદા પણ થશે તો આવો જાણીએ રોજ સવારે શુ કરવુ જોઈએ.
1, સૌ પ્રથમ, વહેલી સવારે જલ્દી ઉઠો
જો તમે વહેલી સવારે ઉઠો છો, તો પછી તમે આખો દિવસ શરીરમાં તાજગી અનુભવો છો, તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ સારો પ્રભાવ પડે છે, તમારે સૂર્યોદય થતાંની સાથે જ પલંગ છોડી દેવો જોઈએ.
2. તાંબાનાં વાસણમાં મુકેલું પાણી પીvo
તમારે દરરોજ સવારે ઉઠીને તાંબાનાં વાસણમાં મુકેલું પાણી પીવું જોઈએ, તમારે રાત્રે તે તાંબાનાં વાસણમાં ભરી લેવું જોઈએ, જેથી સવારે તમે પાણી પી શકો, જે પેટને લગતા દરેક રોગને મટાડશે, પરંતુ એક વાત ધ્યાન રાખજો કે તમારે આ કાર્ય ડોક્ટરની સલાહ સાથે કરવું જોઈએ.
3 રોજ યોગ અને ધ્યાન કરો
લાંબા સમય સુધી સ્વસ્થ અને જવાન રહેવા માટે તમારે દરરોજ યોગ અને ધ્યાન કરવું જોઈએ, જેથી તમે તમામ પ્રકારના રોગોથી બચી શકો, ધ્યાન ક્રોધને નિયંત્રણમાં રાખવા માટે કરવામાં આવે છે, યોગ શરીરને શક્તિશાળી બનાવે છે અને રોગો સામે લડવા માટે છે. તમને ઘણી મદદ મળશે.
4 રોજ સવારે જલ્દી ઉઠીને સૂર્યને જળ ચઢાવો
શાસ્ત્રોમાં વર્ણવ્યુ છે કે જે લોકો સૂર્યને નિયમિતપણે જળ ચઢાવે છે, તે લોકો સમાજમાં માન-સન્માન મેળવે છે અને આરોગ્યની સાથે લાંબુ જીવન પણ મેળવે છે.
5 તુલસીને જળ ચઢાવો
તમારે દરરોજ સવારે ઉઠીને તુલસીને જળ ચઢાવવું જોઈએ, જેથી તમારા પર દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે. શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસી હોય છે અને જે લોકો તુલસીની દેખરેખ કરે છે તેમને ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે કાયમ રહે છે.
6 તમારા ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરો
તમારે તમારા ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરવી જોઈએ અને ત્યાં ધૂપ-દીપ અગરબત્તી પ્રગટાવવી જોઈએ. જેના ધુમાડાથી વાતાવરણમાં શુદ્ધ થશે અને નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થઈ જશે.
7 ઘરમાંથી નીકળતા પહેલા દહીનુ સેવન જરૂર કરો
તમારે રોજ ઘર છોડતા પહેલા થોડુ દહીંનું સેવન કરવું જોઈએ, જેથી તમારા કામમાં અવરોધ ન આવે અને તે શુભ માનવામાં આવે છે.