દેવશયની એકાદશી - આ ઉપાયો કરવાથી દરેક મનોકામના થશે પૂરી અને લક્ષ્મી થશે પસન્ન

Webdunia
સોમવાર, 23 જુલાઈ 2018 (10:43 IST)
અષાઢ મહિનનઈ શુક્લ પક્ષની અગિયારસને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આ મહિને 23 જુલાઈ 2018ન અરોજ દેવશયની અગિયારસ છે. આ એકાદશીને મનોકમાના પૂર્તિના રૂપમાં ઉજવાય છે. દેવશયની એકાદશીમાં બધા શુભ કાર્યો પર વિરામ લાગી જાય છે.  હિન્દુ માનયતા મુજબ આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે પાતાળ લોક નિવાસ કરવા જતા રહે છે. એવુ કહેવાય છે કે ભક્તો દ્વારા આ દિવસે કેટલાક ઉપાય કરવાથી તેમની દરેક મનોકામના પૂરી થાય છે.  આવો જાણીએ આ વિશેષ ઉપાય... 
 
- દેવશયની એકાદશીના દિવસે નિર્જલા વ્રત રાખવુ જોઈએ. જો તમે આવુ ન કરી શકતા હોય તો એક સમયે ફળાહાર કરી આ વ્રતને કરો. 
- ધન ધાન્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કેસર મેળવેલ જળથી અભિષેક કરો. 
- દેવશયની અગિયારસની સાંજે તુલસી સામે ગાયના શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો અને તુલસીના છોડને પ્રણામ કરો. 
- ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુને ખીર પીળા ફળ કે પીલા રંગની મીઠાઈનો ભોગ લગાવો. 
- દેવશયની એકાદશીના દિવએ સવારે ઉઠીને ઘરની સાફ સફાઈ કરી ઘરના મુખ્ય દ્વાર પર ગંગાજળ કે પછી હળદરથી જળ છંડકાવ કરો. 
- આ દિવસે ૐ નમો નારાયણાય કે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: નો 108 વાર જાપ કરો. 

સંબંધિત સમાચાર

Next Article