બુધવારે કરવામાં આવેલ આ કામ તમને બનાવશે કુબેર સમાન ધનવાન

Webdunia
બુધવાર, 14 જૂન 2023 (00:39 IST)
ગણપતિ બપ્પાની પૂજા-આરાધના કરવી સદાજ મંગળકારી હોય છે. પણ વિશેષ દિવસ બુધવાર માનવામાં આવ્યો છે. આ દિવસે બુધ ગ્રહની ઉપાસના માટે પણ ખૂબ શુભ છે. બુઘ ગ્રહની અશુભ્રતાને શુભ્રતામાં પરિવર્તિત કરવા માટે બુધવારે ગણેશ પૂજા કરવી જોઈએ.  બુધ ગ્રહ અને ગણશજી બંને બુદ્ધિના કારક છે. કુશાગ્ર બુદ્ધિના ચાહવાન ગણેશજીને મોદકનો ભોગ લગાવશો તો બુદ્ધ વધશે અને સાથે જ સુખ સફળતા કાયમ રહે છે.  શુદ્ધ દેશી ઘીથી બપ્પાનુ પૂજન કરતા બુદ્ધિ કુશાગ્ર થાય છે. 
 
કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા શ્રી ગણેશનૂ પૂજન અને સ્મરણ કરવામાં આવે છે. શિવ પુત્રની કૃપાથી જ ઘર-પરિવારમાં શુભ કાર્ય થાય છે. તમે ઈચ્છવા છતા કોઈ શુભ કાર્ય કરી શકતા નથી તો ગણપતિ અથર્વશીર્ષમાં બતાવેલ ઉપાય કરો. અથર્વશીર્ષ સ્ત્રોતનો પાઠ કરવાથી બધા અમંગળ દૂર થાય છે. સૌભાગ્ય, સંપત્તિ અને સંપન્નતાના માર્ગ ખુલી જાય છે. 
 
જે વ્યક્તિ દૂર્વાથી ભગવાન ગણેશનું સાચા મનથી પૂજન કરે છે તે કુબેર સમાન ધનવાન બને છે. જ્યોતિષિય માપદંડ મુજબ દુર્વા છાયા ગૃહ કેતુને સંબોધિત કરે છે. ગણપતિજી ધુમ્રવર્ણ ગૃહ કેતુ ના અધિષ્ટ દેવતા છે અને કેતુ ગૃહથી પીડિત જાતકોએ ગણેશજીને 11 અથવા 21 દુર્વાના મુકુટ બનાવીને ગણેશની મૂર્તિ પર જાતક બુધવારની સાંજે 4 થી 6 વચ્ચે સૂર્યાસ્ત પૂર્વ ગણેશજીને અર્પિત કરવા હિતકારી રહે છે. 
 
ધનની કામના માટે બુધવારના દિવસે શ્રી ગણેશને ઘી અને ગોળનો ભોગ લગાવો. થોડીવાર પછી ઘી નએ ગોળ ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યાનુ નિદાન થઈ જાય છે. 
 
ગણેશજી પાસેથી વૈભવનુ વરદાન ઈચ્છો છો તો કરો આ મંત્રનો જાપ... 
 
प्रातर्नमामि चतुराननवन्द्यमानमिच्छानुकूलमखिलं च वरं ददानम्। 
तं तुन्दिलं द्विरसनाधिपयज्ञसूत्रं पुत्रं विलासचतुरं शिवयो: शिवाय।। 
प्रातर्भजाम्यभयदं खलु भक्तशोकदावानलं गणविभुं वरकुञ्जरास्यम्। 
अज्ञानकाननविनाशनहव्यवाहमुत्साहवर्धनमहं सुतमीश्वरस्य।।

સંબંધિત સમાચાર

Next Article