Paush Purnima 2023: પોષને માનવામાં આવે છે સૂર્યદેવનો મહીનો, 6 જાન્યુઆરીના રોજ પૂર્ણિમાના દિવસે જરૂર કરો આ કામ

Webdunia
શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (00:52 IST)
Paush Purnima 2023: પોષનો મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાને ભગવાન સૂર્યનો મહીનો માનવામાં આવે છે.  આ મહિને સૂર્યની પૂજા અને અર્ધ્ય આપવાની પરંપરા રહી છે. સાથે જ માનવામાં આવે છે કે આ દરમિયાન સૂર્ય દેવના ઘોડા નદીઓમાં આરામ કરવા આવે છે અને તેમના પર સૂર્ય દેવની નજર રહે છે.  તેથી આ દરમિયાન નદીમાં સ્નાન કરીને જ્યારે આપણે  સૂર્ય દેવને અર્ધ્ય આપીએ છીએ તો તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. દરેક પોષની પૂર્ણિમા ખાસ હોય છે. આવો જાણીએ કેમ 
 
 કેમ ખાસ હોય છે પોષની પૂર્ણિમા 
 
પોષની પૂર્ણિમા તેથી ખાસ હોય છે  કારણ  કે આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેનો અદ્દભૂત સંયોગ બને છે. તેને આ રીતે સમજો કે ચંદ્રમા પૂર્ણિમા તિથિનો સ્વામી છે અને પોષ સૂર્યનો મહીનો. આ બંનેનુ મળવુ જળ તત્વ અને પૃથ્વી તત્વને મજબૂતી આપે છે. આ રીતે આ માનસિક અને શારીરિક બંને રીતે શાંતિ અને સ્થિરતા લાવે છે. 
 
પોષ પૂર્ણિમાએ પૂજા અને સ્નાન કેવી રીતે કરવું?
પોષ પૂર્ણિમાના દિવસે સૌ પ્રથમ સવારે વહેલા ઊઠીને સ્નાન કરો. જો તમે સક્ષમ છો, તો ગંગા સ્નાન માટે જાઓ. જો તમે જઈ શકતા નથી, તો સવારે સૂર્યોદય પહેલા ઉઠો અને જઈને સ્નાન કરો. ત્યારબાદ હાથમાં જળ અથવા ગંગાજળ વડે ભગવાન સૂર્યની પૂજા કરતી વખતે અર્ઘ્ય આપો. આ દરમિયાન તમે લાલ ફૂલ અને સિંદૂરનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે જ સૂર્ય મંત્રનો જાપ કરો જેમ કે- "ઓમ આદિત્ય નમઃ મંત્ર અથવા ઓમ ઘૃણિ સૂર્યાય નમઃ". આ પછી મંદિરમાં જાઓ અને લોકોને ધાબળા અને ખાદ્યપદાર્થોનું દાન કરો.
 
રાત્રે કરો ચંદ્રમાની પૂજા 
ત્યારબાદ તમે રાત્રિ ચંદ્રમાની પૂજા કરવાની છે અને તેમને દૂધનુ અર્ધ્ય આપવાનુ છે. આ દરમિયાન સફેદ ફુલોનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તમે ચંદ્રમાની તરફ જોતા તેમને માનસિક સુખ અને શાંતિની પ્રાર્થના કરે છે. આ રીતે પોષ પૂર્ણિમા પર સ્નાન ધ્યાન કરવુ તમને તન અને મનથી સ્વસ્થ રાખે છે. 
 

સંબંધિત સમાચાર

Next Article