Mahashivratri 2023: મહાશિવરાત્રિના દિવસે આ કાયોને કરવાથી શિવજી થઈ જાય છે નારાજ

Webdunia
શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (14:56 IST)
MahaShivratri 2023: આમ તો ભોલેનાથ એક લોટો જળ અને થોડા બિલિપત્રથી જ ખુશ થઈ જાય છે પણ એવી અનેક વસ્તુ છે જેને ચઢાવવાથી શિવજી નારાજ થઈ શકે છે. મહાશિવરાત્રિના આ વતા પહેલા અમે તમને મહાદેવની પૂજા સાથે જોડાયેલા કેટલાક નિયમો બતાવી રહ્યા છીએ. જેનુ ધ્યાન રકહીને તમે ગૌરીપતિ શિવશંકરની આરાધના કરી શકો છો.  ઉલ્લેખનીય છેકે આ વર્ષે મહાશિવરાત્રીનો પાવન તહેવાર 18 ફેબ્રુઆરી 2023 શનિવારના દિવસે આવી રહ્યો છે.  ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ તે દિવસ હતો જ્યારે શિવજીએ વૈરાગ્યનું જીવન છોડીને મા ગૌરી સાથે લગ્ન કર્યા હતા. મહાશિવરાત્રિની પૂજા કરવાથી ભગવાન શિવની સાથે માતા પાર્વતીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
 
 મહાશિવરાત્રી પર ન કરશો આ ભૂલો 
 
શિવજીની પૂજામાં ન કરો આ વસ્તુઓને સામેલ 
 
જો તમે મહાશિવરાત્રિની પૂજા કરવાના છો તો શિવલિંગ કે શિવજીની તસ્વીર પર રોલી, હળદર, મેહંદી અને સિંદૂર જેવી પૂજાની વસ્તુઓ બિલકુલ ન ચઢાવશો. ભોલેનાથ કમલ, કનેર અને કેતકી જેવા ફૂલ પણ બિલકુલ ન ચઢાવશો.  આ ઉપરાંત શિવજીને તુલસી પણ અર્પણ ન કરવી જોઈએ. 
 
શંખ વડે જળ ક્યારેય ન ચઢાવો 
 
શંખને ખૂબ પવિત્ર માનવામાં આવે છે પણ શિવલિંગ પર તેનાવડે જળ ન ચઢાવવુ જોઈએ. માન્યતા મુજબ ભગવાન શિવે વિષ્ણુજીના પરમ ભક્ત શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. 
 
મહાશિવરાત્રિના પાવન પર્વ પર દિવસના સમયે ઉંઘશો નહી 
 
જો તમે મહાશિવરાત્રિનો ઉપવાસ કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે દિવસમાં તમે ઉંઘશો નહી. શિવરાત્રિનો આખો દિવસ શિવ ભક્તિ અને માતા ગૌરીનુ ધ્યાન કરવુ જોઈએ. 
 
શિવરાત્રિના દિવસે આ વસ્તુઓથી રહો દૂર 
 
મહાશિવરાત્રિના દિવસે માદ મદિરાનુ સેવન બિલકુલ પણ ન કરશો. આ ઉપરાંત આ દિવસે તામસિક ભોજન (લસણ-ડુંગળી) ખાવુ પણ વર્જિત છે. મહાશિવરાત્રીના દિવસે ફળ, ઠંડાઈ અને સાત્વિક ભોજન કરવુ જોઈએ.  
 

સંબંધિત સમાચાર

Next Article