કામદા એકાદશી વ્રતકથા- આ પૌરાણિક કથા વગર અધૂરો ગણાય છે કામદા એકાદશીનો વ્રત અહીં વાંચો

Webdunia
ગુરુવાર, 22 એપ્રિલ 2021 (11:23 IST)
કામદા એકાદશી કાલે એટલે કે 23 એપ્રિલ 2021ના દિવસે શુક્રવાર છે. ભગવાન વિષ્ણુઅની આરાધના કરવા માટે આ ખૂબ ખાસ છે. શાસ્ત્રોમાં એકાદશી વ્રતને ખૂબ ફળદાતી જણાવ્યુ છે. કહીએ છે કે એકાદશીના 
દિવસે ભગવાન વિષ્ણુનો આશીર્વાદ્ મેળવા માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવુ જોઈએ. કહે છે કે આ વ્રતને કરવાથી હજારો વર્ષોની તપસ્યાની સમાન પુણ્ય મળે છે. એકાદશીના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન 
કરવું ખૂબ શુભ ગણાય છે. 
 
કામદા એકાદશી વ્રત-કથા 
કામદા એકાદશીની કથા પ્રાચીન કાળમાં ભોગીપુર નામ નગરથી શરૂ હોય છે. ત્યાં પુંડરીક નામના રાજા રાજ્ય કરતા હતા. આ નગરમાં ઘણા અપ્સરા, કિન્નર અને ગંધર્વ વાસ કરતા હતા. તેમાંથી લલિતા અને 
લલિતમાં ખૂબ સ્નેહ હતો. એક દિવસ ગંધર્વ લલિત દરબારમાં ગીત ગાઈ રહ્યો હતો. તેને પત્ની લલિતાની યાદ આવી ગઈ. તેનાથી તેનો સ્વર, લય અને તાળ બગડવા લાગ્યા. તેને કર્કટ નામનો નાગએ જીવ 
લીધો અને આ વાત રાજાએ જણાવી. રાજાએ ગુસ્સામાં આવીને લલિતને રાક્ષસ હોવાના શ્રાપ આપી દીધું. લલિતએ સહસ્ત્ર વર્ષ સુધી રાક્ષસ યોનિમાં ફરતો રહ્યો. તેમની પત્ની પણ તેનો અનુકરણ કરતી રહી.તેમના 
પતિને આ સ્થિતિમાં જોઈ તે ખૂબ દુખી થઈ હતી. 
 
થોડા સમય પછી ફરતા-ફરતા લલિતની પત્  લલિતા વિન્ધ્ય પર્વત પર રહેતા ઋષ્યમૂક ઋષિની પાસે ગઈ અને તેમના શ્રાપિત પતિના ઉદ્ધારના ઉપાય પૂછવા લાગી. ઋષિને તેના પર દયા આવી ગઈ. તેણે ચૈત્ર 
શુક પક્ષની કામદા એકાદશીમનો વ્રત કરવાનો આદેશ આપ્યુ. તેનો આશીર્વાદ લઈને ગંધર્વ પત્ની તેમના સ્થાન પર પરત આવી અને તેને શ્રદ્ધાપૂર્વક કામદા એકાદશીનો વ્રત કર્યુ. એકાદશી વ્રતના પ્રભાવથી તેમનો 
શ્રાપ મટી ગયો અને બન્ને તેમના ગંધર્વ સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા. 
 
કામદા એકાદશી મહત્વ અને પૂજા વિધિ 
આ વ્રતના પ્રભાવથી બધા પાપ દૂર થઈ જાય છે. આ દિવસે જે પણ શ્રદ્ધાની સાથે વ્રત રાખે છે તેમની મનોકામના જરૂર પૂર્ણ હોય છે. આ દિવસે વ્રત રાખવું આ વ્રતમાં તમારા મનમાં સંયમિત રાખી ભગવાન 
વિષ્ણુની આરાધના કરવી. ભગવાન શ્રી હરિ વિષ્ણુને ફળ, ફૂળ દૂધ તલ પંચામૃત અર્પિત કરવું જોઈએ. એકાદશી વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ. રાત્રે ભગવાન વિષ્ણુઅની આરાધના કરવી અને દ્વાદશીના 
દિવસે બ્રાહ્મણ કે કોઈ ગરીબને ભોજન કરાવવો જોઈએ. આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી છે. આ વ્રતમાં વિષ્ણુ સહસ્ત્રનામના જપ કરવું. આ વ્રતમાં ચોખા અને બીજા અન્ન નો ઉપયોગ ન કરવું.  
 

સંબંધિત સમાચાર

Next Article