અષ્ટસિદ્ધિ દાયક ગણપતિ સમૃદ્ધિ, યશ-એશ્વર્ય, વૈભવ, સંકટ નાશક, શત્રુ નાશક, રિદ્ધિ સિદ્ધિ દાયક, ઋણહર્તા, વિદ્યા-બુદ્ધિ-જ્ઞાન અને વિવેકના પ્રતીક માનવામાં આવે છે. શિવ પુરાણ મુજબ ગણેશાવતાર ભાદ્રપદના કૃષ્ણપક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. શિવ-પાર્વતીએ તેમને પોતાની પરિક્રમા લગાવવાથી પ્રસન્ન થઈને સર્વપ્રથમ પૂજાવવાનો આશીર્વાદ આપ્યો હતો જે આજે પણ પ્રચલિત અને માન્ય છે અને બધા દેવી-દેવતાઓના પૂજન પહેલા તેમની પૂજા કરવામાં આવે છે.
આ વર્ષે તારીખ 13.09.2018ના રોજ ગણેશ ચતુર્થી મહોત્સવ છે. બાપ્પાને ધૂમધામથી ઘરમાં વિરાજીત કરવામાં આવે છે. આવો જાણીએ કેવી રીતે કરશો ગણેશ સ્થાપના પૂજા.
આ દિવસે સવારે આખા ઘરની સાફ-સફાઈ કરી લો. બપોરના સમય સ્નાનાદિથી નિવૃત્ત થયા પછી ઘરની ઉત્તર દિશામાં લાલ કપડું પાથરો. નવા કળશમાં જળ ભરીને અને તેના મોઢા પર કોરુ કપડુ બાંધીને માટીથી બનેલ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. ગણેશજીની મૂર્તિ પર સિન્દૂર ચઢાવીને ષોડશોપચારથી પૂજન કરો.