હનુમાનજીની પૂજા-ઉપાસનાનુ નું વિશેષ મહત્વ છે. પરંતુ હનુમાન જી એવા ભગવાન છે જેમના સંપૂર્ણ નામ લીધા પછી જ તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હનુમાનજી તેમના ભક્તોના કષ્ટ જોઈ શકતા નથી, તેથી જે પણ ભક્ત તેમની સાચા દિલથી આરાધના કરે છે, તેમનાથી તેઓ પ્રસન્ન થાય છે.
આજે મંગળવાર છે અને હનુમાનજીની રાત્રિ પૂજાનુ વિશેષ મહત્વ છે. જે લોકો દિવસ દરમિયાન કોઈ કારણસર સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠથી વંચિત રહે છે તેઓ રાત્રે સૂતા પહેલા જો આ નામોનુ ઉચ્ચારણ કરે તો હનુમાન જીનો આશીર્વાદ મેળવી શકે છે.
હનુમાનજીના નામ લેવાથી લાભ
જે લોકોને રાત્રે સૂવામાં તકલીફ પડે છે, તેઓ તે નિયમિતપણે કરી શકે છે. સાથે જ જો તમને સ્વપ્ન આવે છે અથવા કોઈ અજ્ઞાત વસ્તુનો ભય સતાવે છે તો રાત્રે સુતા પહેલા એકવાર હનુમાનજીના આ નામો વાંચો. તેનાથી માનસિક તાણ દૂર થશે અને આખો દિવસનો થાક પણ દૂર થશે.
હનુમાન ના 108 નામો
1.આંજનેયા : અંજનાનો પુત્ર
2. મહાવીર - સૌથી બહાદુર
3. હનૂમત - જેના ગાલ ફુલેલા છે.
4. મારુતાત્મજ - પવન દેવ માટે રત્ન જેવા પ્રિય
5. તત્વજ્ઞાનપ્રદ - બુદ્ધિ આપનારા
6. સીતાદેવિમુદ્રાપ્રદાયક - સીતાની અંગૂઠી ભગવાન રામને આપનારા