Diwali 2020: ક્યારે છે દિવાળીનો તહેવાર, જાણો દિવાળીનુ મહત્વ પૂજાનું શુભ મુહુર્ત

શુક્રવાર, 25 ઑક્ટોબર 2024 (00:40 IST)
Diwali 2020: આ વર્ષે  (November) 14 નવેમ્બરના રોજ દિવાળીનો તહેવાર ઉજવાશે. દિવાળી એક એવો તહેવાર છે જેને આખા દેશમાં ખૂબ ધૂમ ધામથી ઉજવવામાં આવે છે. દિવાળીની તૈયારી અત્યારથી જ શરૂ કરવામાં આવી છે. દરેક સ્થાને લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. દિવાળીને લઈને શોપિંગ પણ શરૂ કરવામાં આવી છે. જ્યા કપડાની દુકાનો પર ભીડ જોવા મળી રહી છે, તો બીજી બાજુ સજાવટની દુકાનો પર પણ જુદી-જુદી રીતના ડેકોરેટિવ લાઈટ્સ મળવા માંડ્યા છે. દિવાળીને દિપાવલી પણ કહેવાય છે. દિવાળી પર લોકો પઓતાના ઘરની સફાઈ કરે છે  પોતાના ઘરને જુદી જુદી રીતે સજાવે છે અને અનેક પ્રકારના પકવાન પણ બનાવે છે. આવો જાણીએ દિવાળી વિશે... 
 
ક્યારે છે દિવાળી - આ વર્ષે દિવાળી 14 નવેમ્બર 2020ના રોજ આવશે. દિવાળીનો ઉત્સવ 13 નવેમ્બરથી શરૂ થાય છે. આ દિવસે ધનતેરસ (શુક્રવાર) રહેશે.  15 નવેમ્બર બેસતુ વર્ષ અને 16 નવેમ્બર (સોમવારે)ભાઈબીજ ઉજવવામાં આવશે. 
 
કેમ ઉજવાય છે દિવાળી 
 
દિવાળીના દિવસે ભગવાન રામ લંકા પર વિજય મેળવીને માતા સીતાને લઈને 14 વર્ષનો વનવાસ કાપીને પરત અયોધ્યા આવ્યા હતા. આ શુભ અવસર પર દરેક વર્ષે દિવાળી ઉજવાય છે. દિવાળી ધનતેરસના દિવસથી શરૂ થય છે. ધનતેરસના બીજા દિવસે કાળી ચૌદસ ઉજવાય છે અને તેના બીજા દિવસે અમાવસ્યા તિથિના રોજ મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પણ આ વખતે કાળી ચૌદસ અને દિવાળી એક જ દિવસે આવી રહ્યા છે. 
 
દિવાળી પૂજાનુ શુભ મુહૂર્ત 
 
આ વખતે મા લક્ષ્મી અને ગણેશની પૂજા 14 નવેમ્બર રહેશે. 
પૂજાનુ શુભ મુહૂર્ત 17:28 થી 19:24 સુધી રહેશે 
પ્રદોષ કાળ 17:28 થી 20:07 સુધી રહેશે. 
બીજી બાજુ વૃષભ કાળ 17:28થી 19:24 સુધી રહેશે. 
આ વર્ષે અમાવસ્યા 14 નવેમ્બરના રોજ બપોરે 14:17 વાગ્યાથી શરૂ થશે અને 15 નવેમ્બરના રોજ સવારે 10:36 વાગ્યા સુધી રહેશે. 
 
લક્ષ્મી-ગણેશ પૂજાનુ મહત્વ 
 
દિવાળીના તહેવાર પર લક્ષ્મી પૂજા અને ગણેશજીની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે. લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા વિના આ તહેવાર અધુરો છે.  તો જાણો દિવાળીના તહેવાર પર લક્ષ્મી અને ગણેશ પૂજાનું મહત્વ
 
લક્ષ્મી પૂજાનું મહત્વ
 
માં લક્ષ્મી ધનની દેવી છે. માં લક્ષ્મીની કૃપાથી ધન અને ઐશ્વર્ય અને વૈભવ પ્રાપ્ત થાય છે. કારતક મહિનાની અમાસના દિવસે લક્ષ્મીને પ્રસન્ન કરી સમૃધ્ધિના આશીર્વાદ લેવામાં આવે છે. દિવાળીના તહેવાર પહેલા આવનારી શરદપૂર્ણિમાના તહેવારને મા લક્ષ્મીના જન્મોત્સવ તરીકે મનાવવામાં આવે છે. ત્યારબાદ દિવાળી પર પૂજા કરીને ધન-ધાન્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.
 
ગણેશ પૂજાનું મહત્વ  
ગણપતિજીને બુધ્ધિના દેવતા કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં પૂજા અને કર્મકાંડ ગણેશજીની પૂજા વિના શરું નથી થતું.દિવાળી પર ગણપતિ પૂજાનું પણ આ જ એક મહત્વ રહેલું છે.ધનનો ઉપયોગ યોગ્ય કામ માટે કરો.એ જ પ્રાર્થના સાથે દિવાળી પર ગણેશજીની પૂજા કરવામાં આવે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર