જૂનાગઢમાં આજથી શિવરાત્રિના મેળાનો પ્રારંભ

શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (12:51 IST)
ભવનાથ મંદિરે ધજા ચઢાવી વિધિવત થશે પ્રારંભ
સાધુ સંતો, પદાધિકારીઓ હાજર
રાજ્યમાં ધીમે ધીમે કોરાનાએ ફરી એકવાર અલવિદા કહી દીધું છે. જેને લીધે ફરી જનજીવન સામાન્ય થવા લાગ્યું છે. ફરી એકવાર ઉત્સવો અને મેળાની તડામારી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સ્કૂલો અને મંદિરોના દ્વાર ખુલી ગયા છે. જૂનાગઢમાં આજથી શિવરાત્રિના મેળાનો પ્રારંભ 
 
ભવનાથ મંદિરે ધજા ચઢાવી વિધિવત થશે પ્રારંભ
 
સાધુ સંતો, પદાધિકારીઓ હાજર
 
મેળા દરમિયાન પોલીસનો પુરતો બંદોબસ્ત ફાળવવામાં આવશે. કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી અને સરકારે મેળાને મંજુરી આપી હોવાથી આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી. વિભાગ  દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ ખાતે  50 મીની બસ દોડાવવામાં  આવશે. જેનું ભાડું નિયમ મુજબ રૂપિયા 20 રાખવામા આવ્યું છે. જ્યારે મેળા માટે અન્ય શહેરોની કુલ 350 બસ દોડાવવામાં આવશે.
 
જૂનાગઢમાં આજથી શિવરાત્રિના મેળાનો પ્રારંભ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર