અમદાવાદ: વર્ષ 2021-22ની સ્કૂલોની 50 ટકા ફી રદ કરવા વાલી મંડળોની માંગણી..

શુક્રવાર, 16 એપ્રિલ 2021 (18:56 IST)
: કોરોના ને કારણે શૈક્ષણિક કાર્યોમાં વિલંબ થઈ રહ્યો છે ઉપરાંત શિક્ષણ પણ ઓનલાઇન આપવામાં આવ્યું હતું સાથે સ્કૂલો દ્વારા પણ પૂરેપૂરી ફી વસૂલવામાં આવી રહી હતી ત્યારે હાઇકોર્ટમાં PIL થઈ હતી જેના આધારે હાઇકોર્ટ દ્વારા 25 ટકા ફી માફી માંગવા આદેશ કર્યો હતો ત્યારે આ વર્ષે પણ શિક્ષણ ઓનલાઇન જ આપવામાં આવશે તેવી શક્યતા છે જેથી વાલી મંડળો દ્વારા 50 ટકા ફી માફી માંગણી કરવામાં આવી છે.
 
ગત વર્ષે સ્કૂલોમાં 25 ટકા ફી માફી કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે શિક્ષણ ઓનલાઇન થવાની શક્યતા છે ઉપરાંત સ્કૂલો દ્વારા 25 ટકા ફી નો વધારો કરવામાં આવ્યો છે જેથી વાલી મંડળો દ્વારા વર્ષ 2021-22ની 50 ટકા ફી ની માફીની માંગણી કરી છે.ઓલ ગુજરાત વાલી મંડળ અને વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિ દ્વારા રાજ્યના મુખયમંત્રીને પણ પત્ર લખીને 1 થી 12 ધોરણ ની ફી મા 50 ટકાનો ઘટાડો કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર