કોરોના વકરતાં ગુજરાતમાંથી પરપ્રાંતીય શ્રમિકોની હિજરત શરૂ, દરરોજ આટલા લોકો થઇ રહ્યા છે રવાના
શુક્રવાર, 16 એપ્રિલ 2021 (15:48 IST)
ગુજરાતના મોટા શહેરોમાંથી હવે ગામડે જનારાઓની સંખ્યા દરરોજ વધતી જાય છે. દરરોજ લગભગ 25 હજાર લોકો પોતાના ઘરે રવાના થઇ રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે રેલવે દ્રારા ટ્રેનોની સીટ ટૂ સીટ યાત્રા બાદ હવે વેટિંગ મુસાફરોને સ્ટેશન પરથી પરત ફરવું પડે છે. તો બીજી તરફ સુરતમાં ટ્રેનોની તુલનામાં બસો દ્રાર ઘરે પરત ફરનારા મુસાફરોની સંખ્યા વધુ છે.
સુરતામંથી અલગ અલગ બસ ઓપરેટરો દ્રારા દરરોજ 100થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે. જ્યારે રેલવે દ્રારા સતત વધતી જતી વેટિંગની સ્થિતિ જોતાં અત્યાર સુધી બોર્ડરથી યૂપી, બિહાર તથા ઝારખંડ માટે ટ્રેનોની માંગ કરી ચૂક્યા છે. જેમાં 15 એપ્રિલના દિવસે પશ્વિમ રેલવેએ સુરત થઇને 15 ટ્રેનો યૂપી, બિહાર, બંગાળ તથા ઓરિસ્સા માટે દોડાવવામાં આવી છે.
જેમાં ટ્રેનોમાં સુરતથી રિઝર્વેશન અનુસાર કુલ 18 હજાર લોકો રવાના થયા છે. જ્યારે સરેરાશ દરરોજ સુરતથી પણ ઘણી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, જેમાં ફક્ત સુરતથી જનાર ટ્રેનો વડે 8 થી 10 હજાર લોકો જઇ રહ્યા છે અને જે મુંબઇ તથા અમદાવાદથી સુરતના માર્ગે જનાર ટ્રેનો છે તેમાં પણ પાંચથી 6 હજાર લોકો રવાના થયા છે.
સુરત શહેરથી યૂપી, બિહાર, ઝારખંડ અને ઓરિસ્સા માટે ટૂર ટ્રાવેલ્સ સંચાલકો તરફથી દરરોજ લગભગ 100 બસો દોડાવવામાં આવી રહી છે. જેમાં દરેક બસોમાં 120-120 મુસાફરો લઇ જવામાં આવી રહ્યા છે. સ્લીપર બસોમાં મુસાફરોની ક્ષમતા કરતાં બમણાં મુસાફરો પણ જઇ રહ્યા છે, જેમાં ફક્ત બસોમાંથી 12 હજાર લોકો પોતાના ગામ માટે રવાના થઇ રહ્યા છે.
સુરતથી બસો વડે જનાર પ્રતિ પેસેંજર બે થી અઢી હજાર રૂપિયા ભાડુ વસૂલવામાં આવે છે. એક મુસાફરે જણાવ્યું હતું કે અમે અમારા ગ્રુપ સાથે 10 લોકો ગામડે જઇ રહ્યા છીએ, કારણ કે ટ્રેનમાં જગ્યા મળી નથી એટલા માટે બસો તેનો વિકલ્પ છે અને 2000 રૂપિયા પ્રતિ યાત્રી ભાડુ ચૂકવ્યું છે.
રેલવે દ્રારા પહેલી વાર સુરતથી મોટી સંખ્યામાં ઓરિજિનેટિંગ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી રહી છે. સુરત-હટિયા, ઉધના-છપરા, ઉધના-દાનાપુર, સુરત-ગોરખપુર જેવી ટ્રેનો એક અઠવાડિયામાં એનાઉન્સ થઇ. જ્યારે હવે રેલવેએ 21 એપ્રિલના દિવસે સુરતથી સૂબેદારગંજ માટે વધુ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.