સ્ટેડિયમમાં પ્રેક્ષકોને સવારે 10.00 કલાકથી પ્રવેશ આપવામાં આવશે
પાર્કિંગથી સ્ટેડિયમ સુધી 300 મીટરથી લઇને 2 કિમી સુધી ચાલીને જવું પડશે
અમદાવાદમાં આઠમી વખત ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.
પ્રથમવાર કોઇ મેચમાં દર્શકો બપોરે 2 વાગ્યે શરૂ થનારી મેચમાં સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી લઇ શકશે. અને રાત્રે 10:30 કલાકે એટલે કે લગભગ સાડા બાર કલાકથી વધુ સમય સ્ટેડિયમમાં રહેશે. આ સમય દરમિયાન 1 લાખ 30 હજારથી વધુ લોકો આ સ્ટેડિયમમાં ઉપલબ્ધ હશે.
IND-PAK મેચ માટે આજથી જ VVIPઓનું આગમન શરૂ થશે: અમિતાભ, સચિન, રજનીકાંત, રણબીર કપૂર, આકાશ અંબાણી સહિત 200 મહાનુભાવો સ્ટેડિયમમાં હાજર રહેશે
રેલવે દ્વારા દોડાવાશે સ્પેશિયલ ટ્રેન
ભારત-પાકિસ્તાન મેચ જોવા જતા ક્રિકેટ ચાહકો માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે વિશેષ સ્પેશ્યલ સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાશે. મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ટ્રેન 13 ઓક્ટોબરે રાત્રે 9.30 વાગ્યે ઉપડશે. અમદાવાદથી મુંબઇ જવા ટ્રેન 15 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે ઉપડશે. રાત્રે 12.10 કલાકે મુંબઇ ખાતે પહોંચાડશે.