IND vs AFG: વનડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ભારતને જીતવા માટે 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ સરળતાથી હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ માટે રોહિત શર્માએ 131 રન અને વિરાટ કોહલીએ 51 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. વનડે વર્લ્ડ કપ 2023માં ભારતની આ સતત બીજી જીત છે. આ સાથે ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું.
ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું
ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી રોહિત શર્માએ સદી અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી.