IND vs AUS : ભારતની ઑસ્ટ્રેલિયા સામે છ વિકેટે જીત, કેએલ રાહુલ 97 રને અણનમ

રવિવાર, 8 ઑક્ટોબર 2023 (22:20 IST)
World Cup 2023  -વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલી અને કેએલ રાહુલની મદદથી ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા સામે છ વિકેટે જીત મેળવી છે. ચેન્નાઈના ચેપક મેદાનમાં રમાયેલી આ મૅચમાં વિરાટ કોહલીએ 85 અને કેએલ રાહુલે સૌથી વધુ 97 રન કર્યા.

આજે ભારતીય ક્રિકેટ ટીમ ICC ODI વર્લ્ડ કપ 2023ની છઠ્ઠી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાએ આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય બોલરોએ આ નિર્ણયને ખોટો સાબિત કર્યો અને ઓસ્ટ્રેલિયાને 199 રનમાં આઉટ કરી દીધું. જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 2 રનમાં 3 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ આ પછી વિરાટ કોહલી અને કેએલ રાહુલની વિસ્ફોટક ઈનિંગ્સે ટીમને જીત તરફ દોરી.

ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, જોકે ભારતની ધારધાર બૉલિંગ અને જાડેજાના સ્પૅલ સામે ઑસ્ટ્રેલિયા મોટો સ્કોર નોંધાવી ન શકી.36 ઓવરમાં ઑસ્ટ્રેલિયાની ટીમના 6 ક્રિકેટરો પેવેલિયન ભેગા થઈ ગયા હતા. મૅચના અંત સુધીમાં 49.3 ઓવરમાં ઑસ્ટ્રેલિયા 199 રને ઑલઆઉટ થઈ ગયું. ભારત તરફથી જસપ્રીત બુમરાહે મૅચ શરૂ થતાં જ રેકૉર્ડ બુકમાં નામ નોંધાવ્યું, તેમણે ઑસ્ટ્રેલિયાના ઓપનર માર્શને કોહલીના હાથે આઉટ કરાવી શૂન્ય પર પેવેલિયન ભેગા કર્યા, વર્લ્ડકપમાં કોઈ પણ ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનને શૂન્ય પર આઉટ કરનાર તેઓ પહેલાં ભારતીય બૉલર બની ગયા.

 
ત્યારબાદ ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથે ઑસ્ટ્રેલિયાને એક ધીમી પરંતુ સ્થિર શરૂઆત અપાવી અને 85 બૉલમાં 69 રનની ભાગીદારી નોંધાવી. આ દરમિયાન ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ડેવિડ વૉર્નરે એક મોટો રેકૉર્ડ પોતાને નામ કર્યો. વૉર્નરે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપમાં સૌથી ઝડપી એક હજાર રન બનાવનારનો રેકૉર્ડ પોતાને નામ કરી દીધો. ડેવિડ વૉર્નરે 19 ઇનિંગ્ઝમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
 
પરંતુ ત્યારબાદ કુલદીપ યાદવે 17મી ઓવરમાં ડેવિડ વૉર્નરને પેવેલિયન ભેગા કર્યા હતા. ત્યારબાદ ભારતના ડાબોડી સ્પિનર રવીન્દ્ર જાડેજાએ એવી ધારધાર સ્પિન બૉલિંગ નાખી કે ઑસ્ટ્રેલિયા પાસે તેમનો સામનો કરવાની ક્ષમતા જ ન હોય તેવું જણાયું. જાડેજાએ 28મી ઓવરમાં એક વિકેટ, 30મી ઑવરમાં બે વિકેટ ઝડપી ઑસ્ટ્રેલિયાને બૅકફૂટ પર લાવી દીધું હતું.
 
ભારતે મૅચની શરૂઆતથી જ પકડ જમાવી
 
ઑસ્ટ્રેલિયાએ ચેન્નાઈના ચૅપોક સ્ટેડિયમમાં ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ મૅચની ત્રીજી જ ઑવરમાં ભારતના ફાસ્ટ બૉલર બુમરાહે ઑસ્ટ્રેલિયાની પહેલી વિકેટ લીધી. બુમરાહના બૉલમાં માર્શના બૅટની ધાર અડી અને તે સ્લિપમાં કોહલીના હાથમાં કૅચ આપી બેઠા. આ સાથે ભારતે વર્લ્ડકપની શરૂઆત પહેલી વિકેટથી કરી. ત્યારબાદ ઑસ્ટ્રેલિયાના ઓપનર વૉર્નર અને સ્ટિવ સ્મિથે બેટિંગ સંભાળી અને 69 રનની ભાગીદારી નોંધાવી. જોકે આ દરમિયાન તેઓ વિકેટ બચાવી લાંબી ઇંનિગ્ઝ રમવના મૂડમાં હોય તેવું જણાયું હતું.
 
પરંતુ તેમની યોજના લાંબો સમય ટકી ન શકી અને 17મી ઓવરમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવે વૉર્નરને 41 રને પેવેલિયન ભેગા કરી દીધા અને સ્મિથ અને વૉર્નરની સ્થિર ભાગીદારીનો અંત આવ્યો. હવે બેટિંગ કરવા માનુસ લબુશૅગ ઊતર્યા અને સ્મિથની સાથે મળી ઑસ્ટ્રેલિયાની બેટિંગ આગળ વધારી, પરંતુ 64 બૉલમાં જ્યારે 36 રનની ભાગીદારી નોંધાઈ રહી હતી એવામાં ભારતના સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની જાદુઈ સ્પેલની શરૂઆત થઈ.
 
જાડેજાએ પોતાના સ્પિનની જાળમાં ઑસ્ટ્રેલિયાની ગૂંચવણભરી પરિસ્થિતિમાં મૂકી દીધું હતું. જાડેજાએ ભારતની 28મી ઓવરમાં સ્મિથને 46 રને પેવેલિયન ભેગા કર્યા હતા, ત્યારબાદ 30મી ઓવરમાં માનુસને 27 રને અને કૅરીને શૂન્ય પર પેવેલિયન ભેગા કરીને માત્ર 119 રનમાં ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટના નુકસાને પહોંચાડી દીધું હતું.
 
ઑસ્ટ્રેલિયાએ 21થી 30 ઓવરની વચ્ચે માત્ર 34 રન નોંધાવી 3 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં જાડેજા, કુલદીપ અને બુમરાહે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ત્યારબાદ આર અશ્વિને પણ ઑસ્ટ્રેલિયાના વિસ્ફોટક મિડલ ઑર્ડર બૅટ્સમૅન ગ્રીનને માત્ર 8 રનના નજીવા સ્કોર પર આઉટ કરી પેવેલિયન ભેગા કર્યા અને ઑસ્ટ્રેલિયાની મુશ્કેલીમાં વધારો કર્યો હતો.
 
ભારત તરફથી બૉલિંગ કરતા જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવે 2 અને રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ, હાર્દિક પંડ્યા, અશ્વિન અને સિરાજે 1 વિકેટ પોતાને નામ કરી હતી. જ્યારે ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન સ્ટિવ સ્મિથે 71 બૉલમાં 46 રન, વૉર્નરે 52 બૉલમાં 41 રન કર્યા હતા.
 
કોણ-કોણ છે ટીમમાં સામેલ?
 
મૅચમાં શુભમન ગિલ નથી રમી રહ્યા. ગીલને ડેંન્ગ્યુ થઈ ગયો છે, જેના લીધે તેમની જગ્યાએ ઇશાન કિશન રમી રહ્યા છે.
 
રોહિત શર્માએ કહ્યું હતું કે સવાર સુધી શુભમનની તબિયત સુધરે તેની રાહ જોઈ હતી પરંતુ તેઓ હજી બીમાર છે.
 
ભારત – રોહિત શર્મા, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, કેએલ રાહુલ, આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ.
 
ઑસ્ટ્રેલિયા – ડેવિડ વૉર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ, ગ્લેન મૅક્સવેલ, એલેક્સ કૈરી, કૈમરૂન ગ્રીન, પૈટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝૅમ્પા, જોશ હૅઝલવૂડ.
 
મૅચમાં જાર્વોનું વિઘ્ન
 
એક તરફ ભારત ઑસ્ટ્રેલિયાને રન કરતા રોકી રહી હતી એવામાં મેદાન પર કોઈ એક વ્યક્તિને પણ રોકવાનો વારો આવ્યો હતો.
 
આ વ્યક્તિ ક્રિકેટ ફૅન જાર્વો હતા.
 
મેદાન પર જાર્વોને વિરાટ કોહલી સમજાવી રહ્યા હોય તેવી તસવીર સામે આવી હતા. જાર્વો ભારતીય જર્સીમાં મેદાન પર નજરે ચડ્યા હતા.
કેએલ રાહુલ પણ જાર્વોને મેદાનથી બહાર જવા માટે કહેતા નજરે ચડ્યા હતા. જો તમે ક્રિકેટ ફેન હશો તો સંભવ છે કે તમે આમના વિશે જાણતા હશો. જાર્વો પહેલાં પણ ઘણી વાર મૅચ દરમિયાન મેદાનમાં ઘૂસતા આવ્યા છે. 2021માં ભારત અને ઇંગ્લૅન્ડની વચ્ચે ચાલી રહેલા ઓવલ ટેસ્ટમાં પણ જાર્વો મેદાનમાં ઘૂસ્યા હતા અને ગ્રાઉન્ડ સ્ટાફ તેમને પકડીને બહાર લઈ ગયા હતા. રવિવારે જ્યારે ચેન્નાઈમાં જાર્વો એક વાર ફરી જોવા મળ્યા તો સોશિયલ મીડિયા પર લોકો કૉમેન્ટ કરવા લાગ્યા કે જાર્વોને મચ્છરોવાળા ઓરડામાં બંધ કરી દેવા જોઈએ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર