અમદાવાદમાં બે મિત્રોને મેચની ટીકિટોનો સોદો કરવો ભારે પડ્યો, આરોપીઓએ અપહરણ કરીને પાંચ લાખ માંગ્યા

ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (14:11 IST)
india pak match ticket
અમદાવાદમાં લવરમૂછિયાઓને ક્રિકેટ મેચની ટિકિટનો સોદો કરવો ભારે પડ્યો છે. બે મિત્રો ટિકિટનો વહીવટ કરવા જતા અન્ય શખ્સોએ અપહરણ કરીને માર માર્યો હતો. અપહરણના આરોપીઓએ બોગસ ટિકિટ વેચતા હોવાનું બોલાવી વીડિયો ઉતાર્યો હતો. બોગસ ટિકિટ વેચે છે અને 13 લાખનું ફ્રોડ કર્યું છે, તેવું બોલાવી વીડિયો ઉતાર્યો હતો. આરોપીઓએ 5 લાખ રૂપિયા માગી 24 હજાર પણ પડાવી લીધા હતા. જ્યારે આ સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે બે મિત્રો ભારત અને પાકિસ્તાનની મેચની ટીકિટોનો સોદો કરવા જતાં હતાં ત્યાં કેટલાક શખ્સોએ તેમનું અપહરણ કરીને પાંચ લાખ માંગ્યા હતાં. તે ઉપરાંત તેમની પાસે રહેલા 24 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતાં. અપહરણ કરનાર આરોપીઓએ બંને મિત્રોનો એક વીડિયો બનાવ્યો હતો અને તેમાં બોગસ ટિકિટ વેચે છે અને 13 લાખનું ફ્રોડ કર્યું છે તેવું બોલાવી વીડિયો ઉતાર્યો હતો. આરોપીઓએ 5 લાખ રૂપિયા માગી 24 હજાર પણ પડાવી લીધા હતા. આ સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અભ્યાસની સાથે બુક માય શો તરફથી વોલન્ટિયર તરીકે નોકરી કરતાં એક યુવકે ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, અમે નોકરી પર હતાં ત્યારે એક વ્યક્તિ અમારી પાસે આવ્યો હતો અને ભારત પાકિસ્તાનની મેચની ટીકિટો છે તેવું કહ્યું હતું. ત્યાર બાદ એક ઉન્મેશ અમીન નામના વ્યક્તિએ તમે આ કંપનીમા નોકરી કરો છો તો તમારી પાસે ટીકિટો હોય તો મારે ભારત પાકિસ્તાનની ટીકિટો જોઇએ છે તેવું જણાવીને તેણે હર્ષને ફોન કરીને 66 ટીકિટો જોઈએ છે તેવું કહ્યું હતું. તેને ટીકિટો જોઈતી હોવાથી ફરિયાદીના મિત્ર પાસે ટિકીટો હતી જેનો સોદો કરવા તેઓ અમદાવાદ આવ્યા હતાં. આ દરમિયાન ટિકીટ ખરીદનારે ફરિયાદી તથા તેના મિત્રોનું અપહરણ કરીને માર માર્યો હતો અને તેમની પાસે પાંચ લાખની માંગ કરી હતી. ત્યાર બાદ તેમના બેંક એકાઉન્ટમાંથી 24 હજાર પણ ઉપાડી લીધા હતાં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર