બીજેપીની મુશ્કેલી - ગણેશ ઉત્સવ અને નવરાત્રીની ઉજવણી નહી તો વોટ નહી

રવિવાર, 22 ઑગસ્ટ 2021 (17:31 IST)
શ્રાવણ મહિના પવિત્ર માસમાં તહેવારોની મોસમ જામી ત્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે કેટલાક પ્રતિબંધ હજુ પણ યથાવત છે. ત્યારે ભાજપ દ્વારા આર્શિવાદ યાત્રામાં ડીજેની ધમાલ સાથે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગણેશ ઉત્સવમાં ડીજેને મંજૂરી આપવામાં ન આવતા ડીજે-સંચાલકો અને ગણેશમંડળના આયોજનોમાં રોષની લાગણી વ્યાપી છે. 
 
સુરત સહિત ગુજરાતના વિવિધ વિસ્તારમાં નીકળેલી ભાજપની આશીર્વાદ યાત્રા ભાજપની મુશ્કેલી વધારી શકે છે. ભાજપની યાદ કર્યા બાદ હવે સુરતમાં નવરાત્રી અને ગણેશ ઉત્સવની ઉજવણીની માંગણી વધુ તીવ્ર બની છે. ઉત્સવની ઉજવણી નહીં તો વોટ નહીં ના બેનર શહેરના કોટ વિસ્તારમાં લાગતા ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે.
 
ઉલ્લેખનીય છે કે સ્થાનિક રહીશો દ્વારા બેનરોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે ગણેશ અને નવરાત્રી ઉત્સવ નહી તો વોટ પણ નહી. સુરતના વિવિધ વિસ્તારોમાં રાતના સમયે આ બેનરો લાગ્યા હતા. જે મામલે પોલીસને જાણ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે બધાજ બેનરો નીચે ઉતાર્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર