અમેરિકામાં મૂળ બરોડા અને હાલ જ્યોર્જિયા, એટલાન્ટામાં રહેતા વૈજ્ઞાનિક કરણ જાની સાથે જાતિય ભેદભાવનો કિસ્સો સામે આવ્યો છે. 29 વર્ષના કરણ જાની નામના આ વૈજ્ઞાનિકે આરોપ લગાવ્યો છે કે, તે અને તેના ત્રણ મિત્રોને એટલાન્ટામાં એક ગરાબ કાર્યક્રમમાં માત્ર એટલાં માટે પ્રવેશ ના મળ્યો, કારણ કે તેઓના નામ અને અટક હિન્દુઓ જેવા લાગતા નહતા. કરણે ફેસબુકમાં કરેલી એક પોસ્ટ અનુસાર, તે છેલ્લાં 6 વર્ષથી એટલાન્ટામાં જ ગરબા કરવા માટે જાય છે, પરંતુ તેઓને આ પહેલાં ક્યારેય આવી પરેશાનીમાંથી પસાર થવું નથી પડ્યું.
મેં તેઓની સાથે ગુજરાતીમાં પણ વાત કરી, પરંતુ તેઓએ અમને હિન્દુ માનવાનો ઇન્કાર કરી દીધો. કરણે આ ઘટનાનો ઉલ્લેખ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ કર્યો છે. તેણે લખ્યું, એટલાન્ટાના શક્તિ મંદિરામાં મારાં અને મારાં મિત્રોને એન્ટ્રી ના આપી. કારણ કે, મારાં એક મિત્રનું નામ 'વાળા'થી પુરૂં થાય છે અને આયોજકોને આ હિન્દુ સરનેમની માફક ના લાગ્યું.
કરણે એક ટ્વીટમાં જણાવ્યું કે, એક કાર્યકર્તાએ તેને કહ્યું કે, એમે અમારાં કાર્યક્રમમાં નથી આવતા, તેથી તમે અમારાં કાર્યક્રમમાં ના આવી શકો. જ્યારે એક મહિલા મિત્રએ કાર્યકર્તાને કહ્યું કે, તે કન્નડ-મરાઠી સમુદાયમાંથી છે, તો કાર્યકર્તાએ તેને ઓળખવાનો ઇન્કાર કરતા કહ્યું કે, તું ઇસ્માઇલી (મુસ્લિમોનું એક સમુદાય) લાગે છે.
કરણના જણાવ્યા અનુસાર, તેણે અમેરિકામાં પોતાના 12 વર્ષના કરિયરમાં ક્યારેય આ પ્રકારના ભેદભાવનો સામનો નથી કર્યો, ત્યાં સુધી કે અમેરિકા પણ યોગ્ય રીતે વ્યવહાર કરે છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ઉલ્લેખ કરતાં પહેલાં કરણે શ્રીશક્તિ મંદિરને ઇમેલ પણ મોકલાવ્યો હતો. ત્યારબાદ એડમિનિસ્ટ્રેશને આ ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો.