આપણા પુરણોમાં નદીઓનુ ખૂબ જ મહત્વ છે. નદીઓને આપણે માતા માનીએ છીએ. પણ શુ આપ જાણો છો કે વિશ્વમાં ભારતમાં જ એક એવી નદી છે જેનો જન્મદિવસ આજે પણ લોકો ઉજવે છે. એ નદી છે તાપી નદી. જી હા મિત્રો તાપી નદીનો જન્મદિવસ દર વર્ષે અષાઢી સુદ સાતમના દિવસે ઉજવાય છે. લોકો આ તાપીનો જન્મદિવસ ઉજવીને તેના પ્રત્યે ઋણ ચુકવે છે.
આપણા પુરાણોમાં કહ્યુ છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી અને નર્મદા દર્શન કરવાથી બધા તાપ ધોવાય જાય છે, અને તાપી નદી તો એટલી પવિત્ર છે કે તેનુ માત્ર સ્મરણ કરવાથી જ બધા પાપ ધોવાય જાય છે. આવી પવિત્ર નદીનો સુરતમાં વિવિધ કાર્યક્રમો દ્વારા જન્મદિવસ ઉજવવામાં આવે છે.