સુરત: સાસુ વહુની મારામારીનો VIDEO

રવિવાર, 25 જૂન 2023 (11:50 IST)
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી સગુન સોસાયટીમાં પારિવારિક ઝઘડાને કારણે વહુ અને સાસુ વચ્ચે તકરાર ચાલી રહી હતી. જોકે, લાંબા સમયથી ચાલતી તકરાર બાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વહુએ સાસુ સાથે છૂટાહાથની મારામારી કરી હતી. જેનો વીડિયો વાઇરલ થતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં પુત્રવધૂ તેની સાસુને બેરહેમીથી મારતી જોવા મળી રહી છે. જ્યારે વહુ સાસુને મારતી હતી, તે સમયે સાસુનો દિકરો અને માર મારનાર વહુનો પતિ, જ્ઞાનેશ્વર પાટીલ વીડિયો બનાવી રહ્યો હતો.
 
સાસ-વહુના વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ઘરના હોલમાં વહુ સાસુને વાળ ખેંચીને ઢોર માર મારી રહી છે. તે દરમિયાન વહુ દ્વારા એવી રીતે માર મારવામાં આવ્યો કે સાસુ સામે પ્રતિકાર કરી શકતી નથી. ફરીથી બન્ને વચ્ચે ઝગડો કરવા લાગે છે.
 
પત્તિને લઇ પરિવારમાં વિખવાદ ચાલી રહ્યો છે અને જે ડખામાં વહુ અને સાસુ વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો હોવાનું કહેવાય છે
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર