Board Exams 2024: ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતમાં શિક્ષણ મંત્રાલય 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) રજૂ કરવા પર કામ કરી રહ્યું છે. જેથી હવે આગામી સમયમાં ધોરણ 11 અને 12 માટે દર વર્ષે બે બોર્ડ પરીક્ષાઓ લેવાઇ શકે છે.
એટલું જ નહીં, વિદ્યાર્થીઓએ ધોરણ 11 અને 12માં બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. નવીનતમ અપડેટ એ છે કે કેન્દ્રએ બુધવારે નવી શિક્ષણ નીતિ (NEP) ના અનુરૂપ શિક્ષણ પ્રણાલીમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે 2024 શૈક્ષણિક સત્ર માટે પાઠયપુસ્તકો વિકસાવવામાં આવશે.
શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમ હેઠળ, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે, જેમાંથી ઓછામાં ઓછી એક ભારતીય હોવી જોઈએ.