રેલવે બ્રિજ ધરાશાયી થવાને કારણે 17 લોકોના મોત

બુધવાર, 23 ઑગસ્ટ 2023 (12:33 IST)
Mizoram news- મિઝોરમમાં બુધવારે એક અંડર કન્સ્ટ્રક્શન રેલવે બ્રિજ તૂટી પડતાં ઓછામાં ઓછા 17 કામદારોનાં મોત થયાં છે. 
 
મિજોરમમાં બુધવારે નિર્માણાધીન રેલવે પુલ પડવાથી ઓછામાં ઓછા 17 મજૂરોનુ મોત થઈ ગયુ. ન્યુઝ એજંસી PTIએ અધિકારીઓના હવાલાથી જણાવ્યુ કે રાજધાની આઈજોલથી 21 કિલોમીટર દૂર સાયરંગમાં સવારે 10 વાગે આ દુર્ઘટના થઈ છે. 
 
ઘટના દરમિયાન 35 થી 40 મજૂર પુલ પર કામ કરી રહ્યા હતા. આ પુલ બૈરાબીને સાયરાંગ સાથે જોડનારી કુરુંગ નદી પર બની રહ્યો હતો. મિજોરમના CM જોરામ થાંગાએ દુર્ઘટનાની તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે.  તેમણે લખ્યુ - સરકાર રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. ઘાયલોના તાત્કાલિક સ્વસ્થ થવાની કામના કરુ છુ. 
 
ત્રીજા અને ચોથા પિલર વચ્ચેનુ ગર્ડર 341 ફીટ નીચ પડ્યુ 
પુલમાં કુલ 4 પિલર છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રીજા અને ચોથા પિલરની વચ્ચે ગર્ડર તૂટીને પડ્યુ છે. બધા મજૂર આ ગર્ડર પર કામ કરી રહ્યા હતા. જમીનથી પુલની ઊંચાઈ 104 મીટર એટલે કે 341 ફીટ છે. એટલે કે પુલની ઊંચાઈ કુતુબ મિનારથી પણ વધુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર