National Icon સચિન તેંડુલકરે ક્રિકેટની દુનિયામાં દરેક મોટા રેકોર્ડ પોતાને નામે કર્યા છે. તેમને ક્રિકેટનાં ભગવાન કહેવામાં આવે છે. હવે સચિન પોતાની સિદ્ધિઓના સિંહાસનમાં વધુ એક હીરો ઉમેરવા જઈ રહ્યા છે. ભારતના ચૂંટણી પંચે તેમને 'નેશનલ આઈકન'નું બિરુદ આપવાની જાહેરાત કરી છે. ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા માટે આવું કરવામાં આવ્યું છે.
સચિનને આ મળશે ખાસ સન્માન
ક્રિકેટના દિગ્ગજ અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા સચિન તેંડુલકર મતદાર જાગૃતિ અને શિક્ષણ માટે 'રાષ્ટ્રીય આઇકોન' તરીકે નવી ઇનિંગ શરૂ કરશે, એમ ભારતના ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું હતું. સચિન દિલ્હીમાં ઓલ ઈન્ડિયા રેડિયોના રંગ ભવનમાં ચૂંટણી પંચ સાથે ત્રણ વર્ષ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરશે. યુવાનોમાં સચિન માટે ઘણો ક્રેઝ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં યુવાનોની ભાગીદારી વધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે.