CMની શપથ લેશે કુમારસ્વામી, પણ ઈતિહાસ રચશે અખિલેશ-માયાવતી

મંગળવાર, 22 મે 2018 (11:14 IST)
જેડીએસ નેતા એચડી કુમારસ્વામી બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લેશે. કુમાર સ્વામીના શપથ ગ્રહણ સમારંભ 2019 લોકસભા ચૂંટણી માટે વિપક્ષની મોરચાબંધીની જેવો દેખાય રહ્યો છે.  વિપક્ષના અનેક મોટા નેતા એમા સામેલ થાય તેવી શક્યતા છે. આ દરમિયાન કેટલાક એવા પણ દ્રશ્યો જોવા મળશે જે ઐતિહાસિક રહેહ્સે. ઉત્તર પ્રદેશની રાજનીતિના બે દિગ્ગજ અખિલેશ યાદવ અને માયાવતી પહેલીવાર એક મંચ પર જોવા મળી શકે છે. 
 
ઉત્તર પ્રદેશના પૂર્વ CM અખિલેશ અને માયાવતીએ અત્યાર સુધીમાં કુમારસ્વામીના સપથ વિધિમાં શામિલ થવાની પૃષ્ટિ કરી છે. એટલે કે આ બંને નેતાઓ એક મંચ પર જોવા મળશે, આ પહેલી વાર હશે કે અખિલેશ અને માયાવતી કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં સાથે રહેશે.
કુમારસ્વામી આજે બપોરે 4.30 વાગ્યે શપથ લેશે. તેમના શપથ સમારોહમાં મોદી વિરોધી મોર્ચો હાજર રહેશે. જે મહેમાનોને શપથ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં ધણા દિગ્ગજ નેતાઓ સામેલ છે.
 
 રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યંત્રી મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂ, કેરલના મુખ્યમંત્રશ્રી પી વિજયન, તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ. અન્ય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં લાલૂ યાદવના પુત્ર અને બિહારના પૂર્વ ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવ, આરએલડીના સંસ્થાપક અજીત સિંહ, અભિનેતાથી નેતા બનેલા દક્ષિણ ફિલ્મોના સુપર સ્ટાર કમલ હાસન, તમિલનાડૂના ડીએમકેના નેતા એમ કે સ્ટાલિનના નામ સામેલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર