રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાને પોલીસે મારી થપ્પડ

મંગળવાર, 22 મે 2018 (10:54 IST)
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાની પત્ની રિવા સોલંકી સાથે ગેરવર્તણૂંકનો મામલો સામે આવ્યો છે. જામનગરમાં રિવાની કાર એક પોલીસકર્મચારીની બાઈક સાથે અથડાય ગઈ. જ્યારબાદ બંને પક્ષ વચ્ચે વિવાદ થયો. આરોપ છે કે પોલીસ કર્મચારીએ જડેજાની પત્નીને કારમાંથી ખેંચીને બહાર કાઢીને થપ્પડ મારી દીધી. 
 
રિવા જાડેજા પોતાની BMW કારમાં સવાર હતી અને સરુ સેક્શન રોડ પર સાંજે તેની ગાડી એક પોલીસ કર્મચારીની બાઈક સાથે અથડાઈ. ત્યારબાદ બંને વચ્ચે ઝગડો શરૂ થયો. વાત એટલી વધી ગઈ કે પોલીસ કર્મચારીએ રીવાને થપ્પડ મારી દીધી. થપ્પડ મારનારા પોલીસ કર્મચારીનુ નામ સંજય અહિર બતાવાય રહ્યુ છે. ગાડી ખુદ રીવા ચલાવી રહી હતી અને તેની સાથે એક બાળક પણ બેસ્યુ હતુ. 
રસ્તા પર થયેલ વિવાદ પછી રીવા સીધી જામનગર જીલ્લા પોલીસ મુખ્યાલય પહોંચી. રીવાની ફરિયાદ સાંભળ્યા પછી તરત જ પોલીસ હરકતમાં આવી ગઈ. જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક પ્રદીપ સેજુલે કહ્યુ કે મહિલા સાથે ગેરવર્તણૂંક મામલે પોલીસ કર્મચારી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમણે કર્મચારીના વિરુદ્ધ વિભાગીય તપાસના આદેશ પણ આપ્યા છે. સીએસકે મંગળવારે હૈદરબાદ સનરાઈઝર્સ વિરુદ્ધ મેચ રમવા ઉતરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર