કોંગ્રેસના અલ્પેશ ઠાકોરને ટક્કર આપવા ઠાકોર સમાજનું નવુ સંગઠન અસ્તિત્વમાં આવ્યું

સોમવાર, 21 મે 2018 (12:51 IST)
વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજના મત પોતાની તરફ ખેંચવા અલ્પેશે ક્ષત્રિય ઠાકોર સેનાનું લીધું સ્ટેન્ડ અને કંઈક અંશે તેમાં પણ સફળતા પણ મેળવી હતી. ત્યારે હવે ભાજપ દ્વારા અલ્પેશની ઠાકોર સેના સામે ઠાકોર સમાજનું નવું સંગઠન ઉભું કરાયું. નવા સંગઠનનું નામ ક્ષત્રિય ઠાકોર સેવા સંઘ છે અને તેના પ્રથમ પ્રમુખ તરીકે જુગલજી ઠાકોરની વરણી કરવામાં આવી છે.  ઠાકોર સેવા સંઘનો ઉદ્દેશ્ય બિનરાજકીય રાખવામાં આવ્યો છે. સંગઠન દ્વારા કન્યા કેળવણી અને શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે. ઠાકોર સમાજમાં નવું સંગઠન અસ્તિત્વમાં આવતાં અલ્પેશ ઠાકોરની ક્ષત્રિય ઠાકોર સેના ઉપર પડી છે.

નવા સંગઠનમાં ભાજપની વિચારધારા ધરાવતા લોકો સામેલ થયા છે. જેના કારણે બનાસકાંઠામાં ઠાકોર સેનાના હોદ્દેદારો અલ્પેશનો સાથ છોડીને નવા સંગઠનમાં જોડાઈ રહ્યા છે. તો પૂર્વ જિલ્લા પ્રમુખ મેલાજી ઠાકોર પણ ભાજપ પ્રેરિત ઠાકોર સેવા સંઘમાં જોડાઈ ગયા છે. અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સેનાના દમ પર વિધાનસભાની ચૂંટણી લડી અને તેમાં જીત મેળવીને ધારાસભ્ય પણ બની ગયા. ત્યારે હવે ભાજપ અલ્પેશને ટક્કર આપવા મેદાનમાં આવી ગયો છે. ત્યારે ઠાકોર સેનાથી સમાજમાં દબદબો ઉભો કરનાર અલ્પેશ ઠાકોર કેવી રણનીતિ અપનાવશે તે જોવું રહ્યુ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર