સીઆઈડી ક્રાઈમે શૈલેષ સામે 131 કરોડના બિટકોઈન પડાવી લેવા મામલે ફરિયાદ દાખલ કરી

સોમવાર, 21 મે 2018 (12:46 IST)
ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી ચર્ચામાં રહેલાં બીટકોઈન તોડકાંડમાં ફરીવાર નવો વળાંક આવ્યો છે. એક તરફ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા ગુમ થયા બાદ તેમની વિરૂદ્ધ લુક આઉટ નોટીસ ઈશ્યુ કરવામાં આવી અને હવે સીઆઈડી ક્રાઈમે વધુ એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. બિટકોઈન તોડકાંડમાં હવે શૈલષે ભટ્ટની ભૂમિકા સામે આવી છે. સીઆઈડી ક્રાઈમે શૈલેષ સામે 131 કરોડના બિટકોઈન પડાવી લેવા મામલે ફરિયાદ દાખલ કરી છે. જેને લઈને આજે સીઆઈડી ક્રાઈમના ડીજીપી આશિષ ભાટિયાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ડીજીપીએ શૈલેષ ભટ્ટની સંડોવણી અંગેની વિસ્તાર પૂર્વકની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં બિટકોઈન સૌથી મોટું કૌભાંડ છે. તેમજ શૈલેષ ભટ્ટ બિટકોઈન તોડકાંડનો સૌથી મોટો આરોપી છે.બિટકોઈનમાં ફસાયેલા લોકો સીઆઈડીને ફરિયાદ કરે. શૈલેષ ભટ્ટે ધવલ માવાણીનું અપહરણ કર્યું હતું અને તેની પાસેથી 131 કરોડ રૂપિયાના 2256 બિટકોઈન પડાવી લીધા હતા. જેમાં શૈલેષ ભટ્ટના ભાણિયા નિકુંજ ભટ્ટે મદદ કરી હતી. હાલ નલિન કોટડીયાને શોધવા માટે ટીમો બનાવવામાં આવી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર